Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LICના અનક્લેઇમ્ડ બેલેન્સ કૌભાંડ:સુરેન્દ્રનગર B ડિવીઝન પોલીસે ભાવનગરથી 2 આરોપીને ઝડપ્યા

    14 hours ago

    સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે LICના અનક્લેઇમ્ડ બેલેન્સની રકમ હડપવાના કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ભાવનગરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓને પકડવા માટે પોલીસે કુરિયર ડિલિવરી બોયનો વેશ ધારણ કરી ચતુરાઈપૂર્વક કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસની વિગતો અનુસાર, વર્ષ 1993માં વીમાધારક દિવ્યાંગ જનાર્દન ઉપાધ્યાયના નામે LICની બે જીવન વીમા પોલિસી લેવામાં આવી હતી. આ બંને પોલિસી 28 માર્ચ 2018ના રોજ મેચ્યોર થઈ હતી, જેમાં કુલરૂ.4,91,996ની રકમ ચૂકવાપાત્ર હતી. લાંબા સમય સુધી આ રકમનો દાવો ન થતાં તે LICના અનક્લેઇમ્ડ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી.આ રકમ મેળવવા માટે આરોપીઓએ વીમાધારકના નામે બનાવટી આધારકાર્ડ તૈયાર કર્યા હતા અને તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હતો. તેમણે બોગસ પોસ્ટ ખાતું ખોલાવી, એફિડેવિટ સહિતના ખોટા દસ્તાવેજો રજૂ કરી LICને ગેરમાર્ગે દોરી હતી. આ રીતે રકમ બોગસ ખાતામાં જમા કરાવી ઉપાડી લેવાનો આરોપ છે. આ અંગે LIC સુરેન્દ્રનગરના બ્રાન્ચ મેનેજરે ફરિયાદ નોંધાવતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 406, 419, 420, 465, 467, 471, 120(B) અને 114 મુજબ 28 ઓગસ્ટ 2026ના રોજ ગુનો નોંધાયો હતો.આરોપીઓ ભાવનગરમાં હોવાની માહિતી મળતાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એચ. જાડેજાની સૂચનાથી PSI એમ.બી. જેબલિયાની ટીમ ભાવનગર પહોંચી હતી. પોલીસે કુરિયર ડિલિવરી બોયનો વેશ ધારણ કરી આરોપીઓ સુધી પહોંચી તેમની ઓળખની ખરાઈ કર્યા બાદ બંનેને ઝડપી પાડ્યા હતા.નિલેશભાઈ ભોથાભાઈ ચુડાસમા (ઉંમર 30) અને વિપુલભાઈ રશીકભાઈ રાઠોડ (ઉંમર 41)નો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછમાં નિલેશભાઈ LICમાં વીમા એજન્ટ અને વિપુલભાઈ વીમા સેવક તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અનક્લેઇમ્ડ લિસ્ટની માહિતીના આધારે બંને આરોપીઓએ ઈરફાનભાઈ નામના અન્ય આરોપી સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. તેમણે બનાવટી આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી, વીમાધારકના બદલે અન્ય વ્યક્તિનો ફોટો તથા સહીનો ઉપયોગ કરી બોગસ પોસ્ટ ખાતું ખોલાવ્યું હતું. આ બનાવટી દસ્તાવેજોના આધારે LICમાંથી રકમ મેળવી ઉપાડી લેવામાં આવી હતી.આ કૌભાંડમાં LICના જવાબદાર અધિકારીઓની સંડોવણી અંગે પણ તપાસમાં વિગતો સામે આવી છે. ઉપરાંત, આરોપીઓએ ભાવનગર અને રાજસ્થાનના જયપુર જિલ્લામાં પણ આવા ગુનાઓ આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. પોલીસ ફરાર અન્ય આરોપી ઈરફાનભાઈને ઝડપી પાડવા કાર્યવાહી કરી રહી છે.પોલીસે અપીલ કરી છે કે LICના અનક્લેઇમ્ડ બેલેન્સના નાણાં અંગે કોઈ વ્યક્તિ ભોગ બનેલી હોય તો સુરેસિટી બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરે. સંપર્ક નંબર: 95749 44555 / 63596 29377.
    Click here to Read More
    Previous Article
    મેસ્સી 4 ગોલથી ઇન્ટર મિયામી જીત્યું:લીગમાં સીઝનનો ટૉપ ગોલ સ્કોરર બન્યો; 20 મલ્ટી ગોલ કરનાર સૌથી ઝડપી ખેલાડી પણ બન્યો
    Next Article
    પંચમહાલ ભાજપ SC મોરચા પ્રમુખ નારાયણ પરમારનું નિધન:62 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન, સંગઠનમાં શોક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment