Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેસ્સી 4 ગોલથી ઇન્ટર મિયામી જીત્યું:લીગમાં સીઝનનો ટૉપ ગોલ સ્કોરર બન્યો; 20 મલ્ટી ગોલ કરનાર સૌથી ઝડપી ખેલાડી પણ બન્યો

    22 hours ago

    લિયોનેલ મેસ્સીના 4 ગોલની મદદથી ઇન્ટર મિયામીએ સીએફ મોન્ટ્રીયલને 7-1થી હરાવ્યું. મેજર લીગ સોકર (MLS)માં સતત 5 મેચ હાર્યા બાદ મિયામીને આ જીત મળી છે. 39 વર્ષીય લિયોનેલ મેસ્સી સાતમાંથી પાંચ ગોલમાં સામેલ રહ્યા. તેણે ચાર ગોલ કર્યા અને લુઈસ સુઆરેઝને ગોલ કરવામાં મદદ પણ કરી. મેસ્સીએ આ સિઝનની 19 મેચોમાં 18 ગોલ કર્યા છે. તે લીગના ટોપ ગોલ સ્કોરર બની ગયો છે. તેણે એફસી ડલાસના પીટર મૂસાના 16 ગોલને પાછળ છોડ્યો. આ સાથે જ મેસ્સીએ MLSના ઇતિહાસમાં સૌથી ઓછી મેચમાં 20 મલ્ટી ગોલ મુકાબલા પૂરા કર્યા. તેણે માત્ર 74 મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરી. ફેબ્રુઆરી 2020માં છેલ્લી વાર 4 ગોલ કર્યા હતા ઇન્ટર મિયામી માટે મેસ્સીએ પહેલીવાર એક મેચમાં 4 ગોલ કર્યા. કોઈપણ લીગમાં તેનું આ પ્રદર્શન 6 વર્ષ પછી આવ્યું છે. આ પહેલા ફેબ્રુઆરી 2020માં તેણે લા લિગામાં બાર્સેલોના તરફથી એઇબાર સામે 4 ગોલ કર્યા હતા. તેણે કારકિર્દીમાં આઠમી વાર કોઈ મેચમાં 4 કે તેથી વધુ ગોલ કર્યા છે. પહેલા હાફમાં મેસ્સીએ એક ગોલ કર્યો ઇન્ટર મિયામીએ 20મી મિનિટે લીડ લીધી. તેલાસ્કો સેગોવિયાના કોર્નર પર કાસેમિરોએ હેડરથી ગોલ કર્યો. આ ક્લબ માટે કાસેમિરોનો પહેલો ગોલ હતો. 37મી મિનિટે ફેબિયન હર્બર્સના ગોલથી મોન્ટ્રિયલે સ્કોર 1-1 કરી દીધો. તેના 3 મિનિટ પછી જ મેસ્સીએ ફ્રી કિક પર ગોલ કરીને મિયામીને ફરી લીડ અપાવી. બોલ ગોલકીપર થોમસ ગિલિયરથી આગળ જાય તે પહેલા એક ખેલાડી સાથે અથડાઈને દિશા બદલી ગયો. આ ગોલ પછી બીજા હાફમાં મિયામીએ સતત હુમલા કર્યા. બીજા હાફમાં મેસ્સીએ 3 ગોલ કર્યા બીજા હાફની સાતમી મિનિટે મેસ્સીએ શાનદાર ગોલ કર્યો. તેણે બોલ લઈને મોન્ટ્રીયલના ડિફેન્સમાં પ્રવેશ કર્યો અને ખેલાડીઓ વચ્ચેથી નીકળીને જમણા પગથી ગોલ કરીને સ્કોર 3-1 કર્યો. ત્યારબાદ મિયામીએ થોડા સમય માટે રમતની ગતિ ધીમી કરી. 80મી મિનિટે મેસ્સીએ ગોલ કરવાને બદલે લુઈસ સુઆરેઝને પાસ આપ્યો. સુઆરેઝે ગોલકીપરની સામેથી બોલ કાઢીને ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો. ત્રણ મિનિટ પછી મેસ્સીએ પોતાની હેટ્રિક પૂરી કરી. ત્યારબાદ 89મી મિનિટે 18 વર્ષના એલેક્ઝાન્ડર શોએ ગોલ કર્યો. ફરી સ્ટોપેજ ટાઈમ દરમિયાન મેસ્સીએ વધુ એક સીધી ફ્રી કિકને ગોલમાં ફેરવીને સ્કોર 7-1 કરી દીધો.
    Click here to Read More
    Previous Article
    Real Madrid vs Malaga Live Streaming La Liga Live Telecast: When And Where To Watch
    Next Article
    LICના અનક્લેઇમ્ડ બેલેન્સ કૌભાંડ:સુરેન્દ્રનગર B ડિવીઝન પોલીસે ભાવનગરથી 2 આરોપીને ઝડપ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment