Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિનગર LG હોસ્પિટલમાં થયેલી હત્યા મામલે 6 આરોપીઓને આજીવન કેદ:2019માં હોસ્પિટલને બાનમાં લઈ હુમલો કરાયો હતો, અમદાવાદ સિટી સેશન્સ કોર્ટનો ચુકાદો

    1 day ago

    અમદાવાદના મણિનગર પોલીસ મથકે વર્ષ 2019માં કુલ 16 જેટલા આરોપીઓ સામે હત્યા સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા. કોર્ટે 48 સાહેદ અને 48 પુરાવા તપાસીને કુલ 6 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. 2019માં હોસ્પિટલને બાનમાં લઈ હત્યા નિપજાવવામાં આવી હતી કેસને વિગતે જોતા રામોલમાં થયેલા એક ઝઘડામાં રમીઝ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને મણીનગર સ્થિત એલ.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. વળી આ જ ઝઘડામાં ઇજા પામનાર સામ પક્ષના ઘાયલ થયેલા અમીર શેખને સારવાર માટે LG હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફ અને પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા જ્યાં મૃત્યુ પામેલ રમીઝના પક્ષના સાગરીતોએ ભેગા થઈને ઘાતક હથિયારોથી અમીર શેખ ઉપર હુમલો કર્યો હતો. જેમાં અમીર શેખનું પણ મૃત્યુ નીપજ્યું હતું. એલજી હોસ્પિટલમાં સ્ટાફ અને પોલીસ કર્મચારીઓને પણ ઈજાઓ પહોંચી હતી. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે આરોપી અનવર શેખ, મુબારક શેખ, વસીમખાન પઠાણ, નાસીરખાન પઠાણ, અરબાઝ શેખ અને આવેશ હુસેન શેખને આજીવન કેદની સજા ફટકારી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર મહાનગરપાલિકાનું મિશન મોડ સર્વેલન્સ હાથ ધરાયુ:1.26 લાખથી વધુ ઘરોની તપાસ, મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનો કરાયો નાશ
    Next Article
    સુરતમાં FIR બાદ કીર્તિ અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયનાની સો.મીડિયા વોર:રાજુ ભમ્મરને 'હનીટ્રેપિયો' ગણાવી ખોટા કેસ કર્યાનો આક્ષેપ કર્યો, પૂછ્યું- 'સરપંચ મેડમ સુરતમાં રહેશે તો બોરડા ગામની સેવા કોણ કરશે?'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment