Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મહાનગરપાલિકાનું મિશન મોડ સર્વેલન્સ હાથ ધરાયુ:1.26 લાખથી વધુ ઘરોની તપાસ, મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનો કરાયો નાશ

    23 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે શહેરભરમાં મિશન મોડમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે, આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગત સપ્તાહમાં આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી હતી, જેમાં 288 ટીમો અને 59 સુપરવાઈઝરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વે કર્યો હતો જેમાં ​કુલ મુલાકાત 1,26,756 ઘરોની તપાસ કરવામાં આવી, જેમાં કુલ 4,70,199 ની વસ્તીને આવરી લેવાઈ છે, ​મચ્છર પોરા અને નાશ સર્વે દરમિયાન કુલ 3,75,426 પાત્રો તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 568 પાત્રોમાં મચ્છરોના પોરા મળી આવતા તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત, ઘરની અંદર 1,389 અને ઘરની બહાર 1,258 મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નિકાલ કરવામાં આવ્યો છે, 245 સ્થળોએ ઓઈલિંગની કામગીરી પણ કરવામાં આવી છે, સર્વે દરમિયાન કુલ 1,769 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા, જે તમામનું મેલેરિયા માટે પરીક્ષણ કરવામાં આવતા એકપણ કેસ પોઝિટિવ જણાયો નથી, કન્સ્ટ્રક્શન સાઈટ, શાળા અને આંગણવાડી મળી કુલ 53 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી, જ્યાં રાહતની વાત છે કે ક્યાંય પણ મચ્છરના પોરા મળી આવ્યા નથી. આ સઘન સર્વેલન્સની સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને વાહકજન્ય રોગોથી બચવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ કેવી રીતે અટકાવવો, રોગ ફેલાવાની રીતો અને તેના લક્ષણો વિશે માહિતી આપવામાં આવી હતી, તંત્ર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના શહેરી પ્રાથમિક અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો...
    Click here to Read More
    Previous Article
    ભરૂચના મુક્તિનગરમાં ઝાડ પડતાં કાર-બાઈક દબાયા:ફાયર બ્રિગેડે દબાયેલા વાહનો બહાર કાઢ્યા
    Next Article
    મણિનગર LG હોસ્પિટલમાં થયેલી હત્યા મામલે 6 આરોપીઓને આજીવન કેદ:2019માં હોસ્પિટલને બાનમાં લઈ હુમલો કરાયો હતો, અમદાવાદ સિટી સેશન્સ કોર્ટનો ચુકાદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment