Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના મુક્તિનગરમાં ઝાડ પડતાં કાર-બાઈક દબાયા:ફાયર બ્રિગેડે દબાયેલા વાહનો બહાર કાઢ્યા

    21 hours ago

    ભરૂચ શહેરના મુક્તિનગર શક્તિનાથ વિસ્તારમાં એક વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. આ ઘટનામાં વૃક્ષ નીચે પાર્ક કરેલી એક કાર અને એક બાઈક દબાઈ ગયા હતા. આ બનાવને પગલે સ્થાનિકોમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ભરૂચ ફાયર કંટ્રોલ રૂમને કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ જરૂરી સાધનોનો ઉપયોગ કરીને ઝાડની ડાળીઓ અને થડને હટાવ્યા હતા. ભારે જહેમત બાદ દબાયેલા કાર અને બાઈકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી. જોકે, બંને વાહનોને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે વધુ નુકસાન ટળી ગયું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા સ્થળ પર એકત્રિત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    હારીજના ઝાપટપરાનું નામ ઈસ્લામપુરા કરાતાં વિવાદ:વસતીના સમીકરણો બદલાયા, સરકારી રેકોર્ડમાંથી જૂનું નામ હટાવી નવું નામ ચડાવાયું, SDMએ મામલતદારને ખરાઈનો આદેશ કર્યો
    Next Article
    ભાવનગર મહાનગરપાલિકાનું મિશન મોડ સર્વેલન્સ હાથ ધરાયુ:1.26 લાખથી વધુ ઘરોની તપાસ, મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનો કરાયો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment