Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્હાઇટ LED લાઇટ લગાવનાર સામે RTOની તવાઈ:2 મહિનામાં 1021 સામે કાર્યવાહી અને 10 લાખથી વધુનો દંડ વસૂલ્યો, નિયમ વિરુદ્ધ લાઇટ લગાવનારના લાયસન્સ સસ્પેન્ડ કરાશે

    13 hours ago

    રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થતો હોવાથી રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વ્હાઇટ એલઈડી લાઈટ લગાવેલા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જે બાદ અમદાવાદ RTO ઇન્સ્પેક્ટર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. દરરોજ રાત્રે RTO અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવ યોજી વાહન ચેકીંગ કરી કાર્યવાહી કરી રહ્યા છે. આ ડ્રાઈવ દરમિયાન 2025માં જેટલો દંડ અને કાર્યવાહી કરાઈ હતી તેટલી કાર્યવાહી અને એટલો દંડ માત્ર 3 મહિનામાં વસૂલવામાં આવ્યો છે. જાન્યુઆરીથી લઈને 10 માર્ચ સુધી 1021 સામે કાર્યવાહી કરી 10 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાન પહોંચતું હોય છે છેલ્લા ઘણા સમયથી વાહનોમાં અલગ જ પ્રકારની લાઇટો લગાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. નિયમ વિરોધ લગાવવામાં આવતી વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાન પહોંચતું હોય છે. વ્હાઈટ બલ્બ લગાવવામાં આવેલા વાહનોમાંથી તીવ્ર પ્રકાશવાળી લાઈટના કારણે સામેથી અન્ય વાહન ચાલકોની આંખો અંજાઈ જતી હોય છે. જેના કારણે અકસ્માતની પણ ઘટના બનતી હોય છે. જેથી અમદાવાદ RTO દ્વારા ઝુંડાલ સર્કલ, એસજી હાઈવે, કાલુપુર, સુભાષ બ્રિજ સર્કલ સહિતના વિસ્તારમાં રાત્રે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. એક વર્ષની કાર્યવાહીનો દંડ બે મહિનામાં જ વસૂલાયો નિયમ વિરુદ્ધની વ્હાઇટ એલઈડી લાઈટ લગાવનાર સામે વર્ષ 2025માં અમદાવાદ RTO દ્વારા 1090 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા હોવાથી 10.90 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જો કે તે બાદ પણ અમદાવાદીઓ નિયમનું પાલન કરવામાં ઉદાસીનતા રાખી રહ્યા હતા. જેથી હવે ડ્રાઈવ યોજીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક વર્ષના જેટલી કાર્યવાહી દંડ વસૂલવામાં આવ્યો હતો એટલો જ દંડ 2 મહિના અને 10 દિવસમાં વસૂલાયો છે. જાન્યુઆરીથી 10 માર્ચ સુધી 1021 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ 10 લાખથી વધુનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ હવે જે લોકો નિયમ વિરુદ્ધ વ્હાઇટ એલઈડી લાઇટ લગાવી રહ્યા છે તેમની પણ યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવાની તૈયારી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવેલા 1021 વાહનચાલકો સામે કાર્યવાહી અમદાવાદ RTO નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદ RTO દ્વારા જુદા-જુદા વિસ્તારમાં નિયમ વિરુદ્ધની LED લાઇટને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝુંડાલ સર્કલ, એસ.જી હાઈવે, કાલુપુર, સુભાષ બ્રિજ સહિતના વિસ્તારમાં ડ્રાઈવ પણ ચાલી રહી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં 1021 જેટલા નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવેલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 10 લાખથી પણ વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે તેમજ હજુ પણ આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. પોલીસ અને RTOની ટીમ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવશે વધુમાં નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, તેમજ અત્યારે જે લોકો નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવી રહ્યા છે. તેમનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે તેમજ હવે થોડા દિવસમાં પોલીસ અને RTOની ટીમ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવશે. ચેકીંગ દરમિયાન નિયમ વિરુદ્ધ વ્હાઇટ LED લાઇટ લગાવવામાં આવતી હોવાનું સામે આવશે તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે લોકો નિયમ વિરુદ્ધની વ્હાઈટ LED લગાવી રહ્યા છે, તેમની સામે એક હજાર રૂપિયાનો ચલણ ઇશ્યુ કરવામાં આવે છે તેમજ જો લાઈટનું વધારે ફોકસ સામે આવે છે તો તેમની સામે 5000 રૂપિયા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અકવાડાના ચન્દ્રોદય પાર્કમાં તસ્કરો ત્રાટક્યા:ત્રણ બંધ મકાનમાં તાળા તોડી 2 લાખથી વધુ રોકડની ચોરી
    Next Article
    વડોદરાની 16 સરકારી કચેરીઓનો 18 કરોડનો વેરો બાકી:સિટી પોલીસ સ્ટેશનના 5.39 કરોડ તો ગ્રામ્ય પોલીસ મથક પાસે ફંડ નથી, કોઈએ સરભર કરવા કહ્યું તો કોઇએ ગ્રાન્ટ આવે પછી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment