Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની 16 સરકારી કચેરીઓનો 18 કરોડનો વેરો બાકી:સિટી પોલીસ સ્ટેશનના 5.39 કરોડ તો ગ્રામ્ય પોલીસ મથક પાસે ફંડ નથી, કોઈએ સરભર કરવા કહ્યું તો કોઇએ ગ્રાન્ટ આવે પછી

    11 hours ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ અંત સુધીમાં વેરા વસૂલાત માટે કડકાઈ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરની વિવિધ સરકારી કચેરીઓનો જ કરોડો રૂપિયાનો વેરો બાકી હોવાથી પાલિકાએ વેરા વસૂલાત માટે કચેરીઓનો સંપર્ક કરવાની શરૂઆત કરી છે અને માર્ચ અંત સુધીમાં તમામ વેરો ભરવા માટે સૂચના આપવામાં આવી છે. 40 કરોડમાંથી 20 કરોડ વસૂલ્યા વડોદરા શહેરની વિવિધ સરકારી કચેરીઓના 40 કરોડનો વેરો બાકી હતો. જેમાં પાલિકાએ વસૂલાત શરૂ કરતા અંદાજે 20 કરોડથી વધુનો વેરો વસૂલી દીધો છે અને હવે 16 કચેરીઓનો 18,81,74,389 વેરો બાકી પડે છે. જે વસૂલાત માટે પાલિકા કચેરી ખાતેથી વિવિધ કચેરીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. સિટી પોલીસ મથકનો સૌથી વધુ વેરો બાકી વિવિધ સરકારી કચેરીઓના કરોડો રૂપિયા વેરો બાકી પડે છે. જેમાં સૌથી વધુ વેરો વડોદરા શહેર પોલીસ મથકનો બાકી છે. વડોદરા સિટી પોલીસ સ્ટેશનનો રૂ. 5,39,70,984 નો વેરો બાકી છે. જો કે આ વેરો સરભર કરવા માટેની અરજી આપવામાં આવી છે. પાલિકાએ પણ સિટી પોલીસ સ્ટેશનને કોઈક નાણાં ચૂકવવાના છે જેની સામે આ વેરો સરભર કરવા અરજી આપવામાં આવી છે. કચેરીઓ ગ્રાન્ટ આવ્યા બાદ વેરો ભરશે રેવન્યુ વિભાગના અધિકારી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દરકે કચેરીઓમાં માર્ચ અંત સુધીમાં ગ્રાન્ટ આવે છે, ત્યાર બાદ તેઓ આ વેરો ભરે છે, ત્યારે મોટાભાગની કચેરીઓ ગ્રાન્ટ આવતાની સાથે જ વેરો ભરી દેશે. હાલ અમારી કચેરી ખાતેથી તેઓની સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને વેરો નહીં ભરવાના કારણો જાણવામાં આવી રહ્યા છે. વડોદરા ગ્રામ્ય પોલીસ મથક પાસે ફંડ નથી પાલિકા કચેરી દ્વારા વિવિધ કચેરીઓનો સંપર્ક કરી વેરો ભરવામાં કેમ નથી આવતો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસે ફંડ નથી તેમ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા ગ્રામ્ય પોલીસ મથકના રૂ. 23,59,656 મિલકત વેરો બાકી છે. કઈ કચેરીનો કેટલો વેરો બાકી
    Click here to Read More
    Previous Article
    વ્હાઇટ LED લાઇટ લગાવનાર સામે RTOની તવાઈ:2 મહિનામાં 1021 સામે કાર્યવાહી અને 10 લાખથી વધુનો દંડ વસૂલ્યો, નિયમ વિરુદ્ધ લાઇટ લગાવનારના લાયસન્સ સસ્પેન્ડ કરાશે
    Next Article
    ઘર નજીક રમતા 4 વર્ષના બાળક પર કૂતરાંનો જીવલેણ હુમલો:મોઢા પર એટલી હદે બચકાં ભર્યા કે ગાલનો ભાગ ફાટી ગયો, સુરતના ભેસ્તાનમાં રખડતા શ્વાનનો આતંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment