Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોસ્ટેલ ફીના બહાને L.D.ના વિદ્યાર્થી સાથે છેતરપિંડી:પિતા પાસેથી ઓનલાઇન પૈસા અપાવવાનું કહીને 5 હજાર પડાવ્યા, યુવક ફોન બંધ કરીને રફુચક્કર

    1 day ago

    મૂળ અરવલ્લીના ભિલોડા તાલુકાના વાંદિયોલ ગામના વતની અને હાલ અમદાવાદના નવરંગપુરા સી.એ. સર્કલ પાસે આવેલી પી.જી.માં રહી એલ.ડી. એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 22 વર્ષીય રણજીત કેમીભાઈ ગત 24 સપ્ટેમ્બરે સવારે આશરે 11 વાગ્યે પી.જી.થી કોલેજ તરફ ચાલીને જતો હતો. આ દરમિયાન ગુલબાઈ ટેકરા ખાતે શ્રીરામ ડેરી પાસે ઊભેલી એક રિક્ષામાંથી એક શખ્સ નીચે ઊતર્યો હતો. તેણે પોતાનું નામ શિવ બારોટ આપ્યું હતું. 5 હજાર રોકડા લઈને ઓનલાઈન પરત ના કર્યા શિવ બારોટે રણજીતને જણાવ્યું હતું કે તેની બહેન એલ.ડી. કોલેજમાં ભણે છે અને તેની હોસ્ટેલ ફીના રૂ. 5 હજાર ભરવાના છે, જેથી રોકડા રૂપિયા આપે તો તેના પિતા પાસેથી ક્યૂઆર કોડ મારફતે ઓનલાઇન પૈસા ચૂકવી આપશે. રિક્ષા ચાલકે પણ તેમાં સૂર પુરાવી વિશ્વાસ કેળવ્યો હતો. ‘પિતા નહેરુનગર છે, હમણાં પૈસા આવી જશે’ રણજીત પાસે રોકડા ન હોવાથી બંને શખ્સો તેને રિક્ષામાં બેસાડી એચ.એલ. રોડ પરની બેન્કના ATM લઈ ગયા હતા, જ્યાંથી રણજીતે રૂ. 5 હજાર ઉપાડી આપ્યા હતા. ત્યારબાદ બંને શખ્સો રણજીતને કોલેજ ગેટ પાસે ઉતારી ‘પિતા નહેરુનગર છે, હમણાં પૈસા આવી જશે’ તેમ કહી રવાના થઈ ગયા હતા. ખાતામાં રકમ જમા ન થતાં અને ફોન બંધ આવતાં વિદ્યાર્થીને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. જે બાદ આ મામલે ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજો બનાવ માણેકબાગમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું સેટેલાઇટ વિસ્તારમાં માણેકબાગ પાસે આવેલી જીવન આશા સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો માસ્ટર બેડરૂમની બારીના સળિયા વાળી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો ઘરમાં રાખેલી તિજોરી તથા કબાટના લોક ખોલી તેમાંથી 2500 યુએઈ દિરહામ તથા 1.5 કિલો ચાંદીના સિક્કા મળી કુલ રૂ. 2.90ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત સીસીટીવી કેમેરાનું ડીવીઆર તથા વાઇ-ફાઇ રાઉટર પણ સાથે લઈ ગયા હતા.સમગ્ર મામલે પાલડી ખાતે રહેતા વેપારી સાળાની ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રીજો બનાવ 2500 દિરહામ તથા દોઢ કિલો ચાંદીના વાસણ-સિક્કા ચોરાયા પાલડીના શાંતિવન રોડ પર આવેલી હરશાંતી સોસાયટીમાં રહેતા 60 વર્ષીય આશિષભાઈ અરવિંદભાઈ સોની આનંદનગરમાં ફર્નિચરનો વ્યવસાય કરે છે. તેમના મોટા બહેન સોનલબેન તથા બનેવી કાર્તિકભાઈ શાહ સેટેલાઇટના માણેકબાગ, કેન્યુગ એપાર્ટમેન્ટ પાસે આવેલી જીવન આશા સોસાયટીના મકાન નંબર 6માં રહે છે. તેના પુત્ર અને પુત્રી અમેરિકા નોકરી કરતા હોવાથી બહેન-બનેવી ત્રણેક મહિનાથી અમેરિકા ગયા હતા. કેમેરાનું ડીવીઆર અને વાઇ-ફાઇ રાઉટર ગાયબ દરમિયાન 22 સપ્ટેમ્બરના રોજ કાર્તિકભાઈએ અમેરિકાથી સાળા આશિષભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, 19 સપ્ટેમ્બરના બપોરે 12 વાગ્યાથી ઘરનું નેટ બંધ હોવાથી સીસીટીવી કેમેરા બંધ થઈ ગયા છે, જેથી તમે જઈને તપાસ કરજો. ત્યારબાદ 23 સપ્ટેમ્બરના રોજ સાંજે આશિષભાઈ પત્ની સાથે બહેનના ઘરે તપાસ કરવા પહોંચ્યા હતા. ઘરમાં જઈને જોતાં ટીવી ટેબલના ખાનામાંથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને વાઇ-ફાઇ રાઉટર ગાયબ હતું અને વાયરો લટકતા હતા. ઘરમાં તપાસ કરતાં માસ્ટર બેડરૂમની બારીના સળિયા કોઈ સાધન વડે પહોળા કરેલા હતા અને સામાન વેરવિખેર હતો. તિજોરીમાંથી 2500 દિરહામ તથા કબાટમાંથી દોઢ કિલો ચાંદીના વાસણો અને સિક્કા ચોરાયા હોવાનું સામે આવ્યું હતું.આશિષભાઈએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચોથો બનાવ મોબાઇલ નંબર એરટેલમાં પોર્ટ કરાવા જતાં છેતરાયા જોધપુર ગામમાં રહેતી 55 વર્ષીય પ્રમીલા જૈન એક કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમની દીકરીએ મોબાઇલ નંબર એરટેલમાં પોર્ટ કરાવવા માટે ઓનલાઈન રિક્વેસ્ટ કરી હતી. ત્યારબાદ વિજયકુમાર જીતીયા નામના વ્યક્તિએ એરટેલ કંપનીમાંથી બોલતો હોવાનું કહી પરિવારના મોબાઇલ નંબરોની માહિતી લીધી હતી. ફેમિલી પેકમાંથી નંબરો અલગ કરાવ્યા બાદ 15 જુલાઈએ પ્રમીલા જૈન, તેમની પુત્રી અને પતિના ત્રણ મોબાઇલ નંબરોને એરટેલમાં પોર્ટ કરવાની પ્રોસેસ કરવામાં આવી હતી. ફ્રોડે પ્રોબ્લેમ દૂર કરવા eSIM કરાવી લેવા કહ્યું ત્યારબાદ ત્રણેય સીમકાર્ડ એક્ટિવેટ થયા હતા, પરંતુ નેટવર્કના પ્રોબ્લેમને લીધે એરટેલ એપ અને વિજયકુમારને ફરિયાદ કરવામાં આવી હતી.26 જુલાઈએ પ્રમીલા જૈનને ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે એરટેલ કંપનીમાંથી બોલતો હોવાનું કહી પ્રોબ્લેમ દૂર કરવા eSIM કરાવી લેવા કહ્યું હતું. સીમકાર્ડ બંધ થઈ ગયું અને ચાલું જ ના થયું ત્યારબાદ આરોપીએ પ્રમીલાબેનને એરટેલ એપમાં જઈ eSIMની પ્રક્રિયા કરાવી, EID નંબર જનરેટ કરાવી પોતાની પાસે દેખાતો હોવાનું કહી નંબર એપમાં લખાવ્યો હતો. આ પછી OTP લઈને eSIM એક્ટિવેટ કરવાની પ્રોસેસ પૂરી કરી હતી. થોડા સમય બાદ પ્રમીલાબેનનું સીમકાર્ડ બંધ થઈ ગયું હતું અને વોટ્સએપ કોલ કરી સીમકાર્ડ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે તેમ જણાવાયું હતું. જોકે સીમ ચાલુ ના થતાં પરિવારજનોએ એરટેલ સ્ટોર પર જઈ નવું સીમકાર્ડ લીધું હતું. ફોન પેથી 99,900 બીજી બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર બાદમાં 4 ઓગસ્ટે બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાની જરૂર પડતાં સ્ટેટમેન્ટ કઢાવતા પ્રમીલાબેનના એકાઉન્ટમાંથી ફોન પેથી 99,900 બીજી બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હોવાનું સામે આવ્યું હતું. જે અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રખડતા શ્વાન અને બિલાડી માટે ડ્રાઈવ:શહેરને હડકવા મુક્ત કરવા રસીકરણ, હાલ સુધી 150થી વધુ શ્વાનને રસી મુકાઈ
    Next Article
    બરોડા ડેરીના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતમાં રજૂઆત:ડેસર ઝોનના બરોડા ડેરી ડિરેક્ટર સુરપાલસિંહનો MDને પત્ર, કહ્યું- પશુપાલકોને સારો ભાવફેર આપો, બંધ મંડળીઓ ફરી શરૂ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment