Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરોડા ડેરીના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતમાં રજૂઆત:ડેસર ઝોનના બરોડા ડેરી ડિરેક્ટર સુરપાલસિંહનો MDને પત્ર, કહ્યું- પશુપાલકોને સારો ભાવફેર આપો, બંધ મંડળીઓ ફરી શરૂ કરો

    1 day ago

    વડોદરા જિલ્લાના ડેસર ઝોનના બરોડા ડેરીના ડિરેક્ટર સુરપાલસિંહ પરમારે બરોડા ડેરીના એમ.ડી.ને પત્ર લખી સાધારણ સભામાં પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને સરકારી દૂધ મંડળીઓના હિતને લગતા વિવિધ મુદ્દાઓ પર લેખિત રજૂઆત કરી છે. પત્રમાં કુલ 9 જેટલા મહત્વના મુદ્દાઓ રજૂ કરી પશુપાલકોને પડતી સમસ્યાઓના નિરાકરણ અને વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માંગ કરવામાં આવી છે. દૂધ સંગ્રહ-પરિવહન વ્યવસ્થાની સમીક્ષા કરવા રજૂઆત રજૂઆતમાં દૂધ ઉત્પાદકોને યોગ્ય અને સારો ભાવફેર મળે તે માટેની વ્યવસ્થા કરવા તેમજ પૂરના કારણે બંધ થયેલી દૂધ મંડળીઓને પુનઃ શરૂ કરવા અંગે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ દૂધ પરિવહનના રૂટ અને સમગ્ર દૂધ સંગ્રહ-પરિવહન વ્યવસ્થાની સમીક્ષા કરી વધુ સુદૃઢ વ્યવસ્થા ઉભી કરવા પણ રજૂઆત કરાઈ છે. ઓનલાઇન ફરિયાદ નિવારણ વ્યવસ્થા શરૂ કરવા રજૂઆત આ ઉપરાંત દૂધની ફેટ અને SNF પરીક્ષણની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા, પશુ આહાર તથા પશુ આરોગ્ય સેવાઓમાં પશુપાલકોને રાહત મળે તેવી યોજનાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ છે. પશુપાલકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ આવે તે માટે ઓનલાઇન ફરિયાદ નિવારણ વ્યવસ્થા શરૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. પશુપાલકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવા માંગ પત્રમાં નવી દૂધ મંડળીઓ અને દૂધ સંગ્રહ કેન્દ્રોને પ્રોત્સાહન આપવાની સાથે નાના પશુપાલકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવા પણ માંગ કરવામાં આવી છે. ઉપરાંત સભાસદ દૂધ મંડળીઓ સાથે નિયમિત સંવાદ જળવાઈ રહે અને સંસ્થાની કામગીરી તથા હિસાબી વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવે તેવા પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. બરોડા ડેરી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સુરપાલસિંહ પરમારે જણાવ્યું છે કે આ તમામ મુદ્દાઓનો મુખ્ય હેતુ બરોડા ડેરી સાથે જોડાયેલા પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતનું રક્ષણ કરી તેમને વધુ સારી સુવિધા અને યોગ્ય વળતર મળી રહે તે છે. સાધારણ સભામાં રજૂ કરાયેલા આ મુદ્દાઓ અંગે બરોડા ડેરી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    હોસ્ટેલ ફીના બહાને L.D.ના વિદ્યાર્થી સાથે છેતરપિંડી:પિતા પાસેથી ઓનલાઇન પૈસા અપાવવાનું કહીને 5 હજાર પડાવ્યા, યુવક ફોન બંધ કરીને રફુચક્કર
    Next Article
    Exclusive: No Su-57 Decision Yet, Says Defence Secretary. India Leans On AI Networks To Bridge Stealth Gaps

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment