Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર LCBએ ₹57 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:દરેડ GIDCમાં પ્લોટની ઓરડીમાંથી 7,632 બોટલો જપ્ત

    8 hours ago

    જામનગર LCBએ દરેડ GIDC વિસ્તારમાંથી ₹57 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક પ્લોટની ઓરડીમાં દરોડો પાડીને કુલ 7,632 બોટલો જપ્ત કરી હતી, જેની બજાર કિંમત ₹57,02,859 આંકવામાં આવી છે. બાતમી મુજબ, દરેડ જી.આઈ.ડી.સી. ફેઝ-૩, નિલકંઠ એસ્ટેટની શેરી નંબર-૨માં આવેલા મહાવીરસિંહ દેવાજી જાડેજા (રહે. પ્રણામીનગર, રણજીત સાગર રોડ) ના કબ્જા હેઠળના પ્લોટની ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે આ સ્થળે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની કુલ 7,632 વિદેશી દારૂની બોટલો શોધી કાઢી હતી. જોકે, દરોડા સમયે આરોપી મહાવીરસિંહ દેવાજી જાડેજા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલાની ફરિયાદના આધારે પી.એસ.આઈ. એમ.વી. ભાટીયાએ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં 75 બાળકોએ નદી કિનારે કરાટે શીખ્યા:મોબાઈલ છોડી કુદરતી વાતાવરણમાં મેળવી સ્વરક્ષણની તાલીમ
    Next Article
    ગાયત્રી પરિવારે 1008 દીવડાનો દીપ યજ્ઞ યોજ્યો:પ્રજ્ઞાપુરાણ કથા સમાપ્તિ બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment