Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 75 બાળકોએ નદી કિનારે કરાટે શીખ્યા:મોબાઈલ છોડી કુદરતી વાતાવરણમાં મેળવી સ્વરક્ષણની તાલીમ

    7 hours ago

    ઉનાળાના વેકેશનની શરૂઆત સાથે જ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. નવસારીમાં KKDF સંસ્થા દ્વારા એક અનોખા સમર કેમ્પનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે ચાર દીવાલોની વચ્ચે યોજાતા કેમ્પથી વિપરીત, અહીં બાળકોને નદી કિનારે કુદરતી વાતાવરણમાં કરાટેની તાલીમ આપવામાં આવી. KKDF સંસ્થાના સંચાલક સેલવમ નાડાર દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું હતું. બાળકોને વ્યાવસાયિક તાલીમ મળે તે હેતુથી ચેન્નાઈથી નિષ્ણાત ટ્રેનરોને બોલાવવામાં આવ્યા હતા. સફેદ કરાટે ડ્રેસમાં સજ્જ 75 તાલીમાર્થીઓએ નદી કિનારાની રેતી અને કુદરતી વાતાવરણમાં 25 ટ્રેનરો પાસેથી સ્વરક્ષણના પાઠ શીખ્યા. આ કાર્યક્રમમાં બાળકોનું મનોબળ વધારવા માટે પૂર્વ પ્રભારી (ડાંગ-તાપી) અને હાલના ચૂંટાયેલા સભ્ય અશોક ધોરાજીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, "આજના સમયમાં શિક્ષણના ભારણ અને મોબાઈલ-ગેમ્સની માયાજાળમાંથી મુક્ત થઈને બાળકો આવી શારીરિક પ્રવૃત્તિઓમાં જોડાય તે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી છે."
    Click here to Read More
    Previous Article
    ‘Are bones wet? They must be, right? Is the circulatory system not a closed system?’
    Next Article
    જામનગર LCBએ ₹57 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:દરેડ GIDCમાં પ્લોટની ઓરડીમાંથી 7,632 બોટલો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment