Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નડિયાદ મનપાને 208.82 કરોડની ગ્રાન્ટ મળી, 148.77 કરોડ બેંકમાં સુરક્ષિત:ધારાસભ્ય પંકજ દેસાઈએ બજેટ અને નાણાકીય સ્થિતિ સ્પષ્ટ કરી, 12 વર્ષથી વેરા દરો વધારાયા નથી

    9 hours ago

    નડિયાદ મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના બજેટ, નાણાકીય સ્થિતિ અને વિકાસના કામોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ધારાસભ્ય પંકજ દેસાઈએ મનપાની આવક, ખર્ચ અને સરકારી ગ્રાન્ટ અંગેનું ચિત્ર સ્પષ્ટ કર્યું છે. તેમણે માહિતી આપતાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર તરફથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ માટે પ્રાપ્ત થયેલી 208.82 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી 60.05 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જ્યારે બાકીના 148.77 કરોડ રૂપિયા મનપાના બેંક ખાતામાં જમા છે. નડિયાદ મહાનગરપાલિકાની સ્થાપના બાદ તત્કાલીન વહીવટીદાર અને કમિશનર જી.એચ. સોલંકી દ્વારા વર્ષ 2025-26નું પ્રથમ બજેટ 686 કરોડ રૂપિયાનું રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ બુકમાં પુરાંતની રકમ સહિત કુલ આંકડો 897.17 કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યો હતો. આ બજેટ સામે સરકાર તરફથી 208.82 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. તેમાંથી પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ માટે ચૂકવણી કરવામાં આવી છે અને બાકી રહેલી રકમ આગામી વર્ષ 2026-27 દરમિયાન લાઇબ્રેરી સહિતના મંજૂર થયેલા વિકાસકામો માટે વાપરવામાં આવશે. મહાનગરપાલિકાના મહેસૂલી ખર્ચ અને આવકની વિગતો આપતાં ધારાસભ્યએ જણાવ્યું છે કે, મનપાને વિવિધ કરવેરા, ઓક્ટોરોય ગ્રાન્ટ અને અન્ય સ્ત્રોતોમાંથી 58.23 કરોડ રૂપિયાની મહેસૂલી આવક થઈ હતી. જેની સામે કર્મચારીઓના પગાર, પેન્શન અને આઉટસોર્સિંગ ખર્ચ પેટે 37.75 કરોડ રૂપિયા ચૂકવાયા છે. આ ઉપરાંત શહેરની નાગરિક સુવિધાઓની જાળવણી, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ અને રેન બસેરા સહિતની વ્યવસ્થાઓ પાછળ 33.11 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બીજી તરફ મનપાની નાણાકીય સ્થિતિને લઈને ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે એવો દાવો પણ સામે આવી રહ્યો છે કે મનપાનો માસિક નિભાવ ખર્ચ આશરે 8 કરોડ રૂપિયા સુધી પહોંચે છે, જેની સામે માસિક આવક આશરે 3.75 કરોડ રૂપિયા રહેતા દર મહિને ખાધ ઊભી થાય છે. આ ખાધને પહોંચી વળવા રાજ્ય સરકાર સમક્ષ વિશેષ ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, શહેરીજનો પર વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે છેલ્લા 12 વર્ષથી પ્રોપર્ટી ટેક્સના દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને જૂના દર મુજબ જ વેરા વસૂલાત થઈ રહી છે. વિકાસના કામો અને ગ્રાન્ટ ફાળવણી અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવતા આક્ષેપોને ફગાવતાં ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું છે કે, સરકાર તરફથી મળી રહેલી ગ્રાન્ટનો ઉપયોગ પારદર્શક રીતે અને નક્કી થયેલા હેતુ મુજબ જ થઈ રહ્યો છે. શહેરના વિવિધ વોર્ડમાં તબક્કાવાર રોડ, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને પાણી જેવી પાયાની સુવિધાઓના કામો ચાલી રહ્યા છે. વિપક્ષ પાસે કોઈ સકારાત્મક મુદ્દો ન હોવાથી રાજકીય હેતુસર નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરીને તેમણે વિપક્ષને ભ્રામક પ્રચાર બંધ કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચેન્નાઈમાં રાહુલ બોલ્યા- તમિલનાડુ પર હિન્દી થોપવામાં આવી:છાત્રો કી ગુંજમાં કહ્યું- તમારો મત ચોરાઈ રહ્યો છે; દક્ષિણના 7.5 કરોડ યુવાનો પર ફોકસ
    Next Article
    ગ્યાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ મેદાનમાં:13 ઓક્ટોબરથી ટાગોર બાગ ખાતે 72 કલાકના અન્નજળ ત્યાગ સાથે ઉપવાસ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment