Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકીય અને અન્ય ભલામણો અવગણી પોલીસે ગુનો નોંધ્યો:કલોલમાં પલસાણા રોડ પરના પાર્ટી પ્લોટ નજીક LCBનો દરોડો, ₹41 હજારના મુદ્દામાલ સાથે ચાર પકડ્યા

    1 day ago

    ગાંધીનગર જિલ્લાના કલોલમાં જુગારીઓ વચ્ચે ચાલતી આંતરિક માથાકૂટ બાદ એક્શનમાં આવેલી LCBએ પલસાણાથી જાસપુર રોડ પર આવેલા ગ્રીન પાર્ટી પ્લોટ નજીક દરોડો પાડ્યો હતો. ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે જુગાર રમતા ચાર નબીરાને ₹41 હજારની રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે એલસીબીનો દરોડો કલોલ વિસ્તારમાં શ્રાવણિયા જુગાર રમાડતી સિન્ડિકેટ વચ્ચે હારજીતના પૈસા અને વર્ચસ્વની લડાઈ ચાલતી હોવાની નોંધ ઉચ્ચ કક્ષાએ લેવાતાં ગાંધીનગર એલસીબી સક્રિય થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી કે ગ્રીન પાર્ટી પ્લોટની બાજુમાં ઝાડ નીચે કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે, જેના આધારે પોલીસે ચારેય તરફથી કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. ભાગવાનો પ્રયાસ કરતા ચારેય શખસોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના નામ ભલામણો અવગણી ગુનો નોંધ્યો ઝડપાયેલા નબીરાઓએ કાનૂની કાર્યવાહીથી બચવા માટે રાજકીય અને અન્ય ભલામણો કરાવવાનો પ્રયાસ કર્યો હતો અને ટાઈમપાસ માટે રમતા હોવાનું રટણ કર્યું હતું. જોકે, પોલીસે તમામ ભલામણોને અવગણીને ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકાધીશ મંદિરના શિખર પર તિરંગો લહેરાયો:80મા સ્વાતંત્ર્ય દિવસે દેવભૂમિ દ્વારકા દેશભક્તિના રંગે રંગાઈ
    Next Article
    બોસનો ફોટો ડીપીમાં મૂકી વોટ્સએપ મેસેજ કરી ₹30 લાખ પડાવ્યા:પાલડીની કંપનીના એકાઉન્ટન્ટ સાથે સાયબર ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment