Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જીમખાનામાં ₹30 લાખથી વધુના ખર્ચે નવો બોર:વર્ષો જૂની પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ખાતમુહૂર્ત

    19 घंटे पहले

    પાટણના શ્રી એમ. કે. મ્યુનિસિપલ જીમખાના ખાતે પાટણ નગરપાલિકાના સહયોગથી ₹30 લાખથી વધુના ખર્ચે નવીન પાણીના બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ વર્ષોથી ચાલી આવતી પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે યોજાયો હતો. જીમખાનાના ખેલાડીઓ, સભ્યો અને મુલાકાતીઓને લાંબા સમયથી પાણીની અછતનો સામનો કરવો પડતો હતો. આ નવીન બોરના નિર્માણથી જીમખાનામાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે, જેના પરિણામે ખેલાડીઓ, સભ્યો અને મુલાકાતીઓને વધુ સારી અને સુવિધાજનક વ્યવસ્થા પ્રાપ્ત થશે. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષભાઈ પટેલ, એમ. કે. મ્યુનિસિપલ જીમખાનાના વહીવટી પ્રમુખ ચિંતનભાઈ પ્રજાપતિ, વહીવટી ઉપપ્રમુખ વાસુભાઈ પટેલ, મહામંત્રી જયપ્રકાશ પટેલ, કારોબારી સભ્યો મનોજભાઈ પટેલ, રોનક સુખડીયા, અજયભાઈ પટેલ, વિકાસભાઈ પટેલ, સુમિતભાઈ પ્રજાપતિ સહિત અન્ય કારોબારી સભ્યો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી એમ. કે. મ્યુનિસિપલ જીમખાનાના વહીવટી પ્રમુખ ચિંતનભાઈ પ્રજાપતિએ પાટણ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સર્વે કોર્પોરેટર અને સંબંધિત ચેરમેનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે નગરપાલિકાના સહયોગથી શરૂ થયેલું આ કાર્ય જીમખાનાના ખેલાડીઓ અને સભ્યો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે અને ભવિષ્યમાં પણ નગરપાલિકાનો સહયોગ મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    યુક્રેનના હુમલાથી રશિયામાં પણ હોર્મુઝ જેવું સંકટ:એઝોવ સાગરમાં જહાજોની અવરજવર અટકી, 9 દિવસમાં 116 જહાજો પર હુમલા થયા
    Next Article
    મોરબીમાં પ્રોહિબિશનનો દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:કુવાડવા ચોકડી પાસે માધવ હોટલ નજીકથી પકડાયો; મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોંપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment