Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં પ્રોહિબિશનનો દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:કુવાડવા ચોકડી પાસે માધવ હોટલ નજીકથી પકડાયો; મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોંપાયો

    21 hours ago

    મોરબી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીને મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીનું નામ હરેશકુમાર રવજીભાઈ ઝાપડીયા છે, જે રાજકોટના કુવાડવા સ્થિત શિવધારા સોસાયટીનો રહેવાસી છે અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાળીયેરી ગામનો છે. તે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(ઇ) અને 81 હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. પોલીસને બાતમી મળી હતી કે આરોપી કુવાડવા ચોકડી પાસે આવેલી માધવ હોટલ નજીક હાજર છે. આ બાતમીના આધારે એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડે સ્થળ પર વોચ ગોઠવી હરેશકુમારને ઝડપી પાડ્યો હતો. આરોપીને મોરબી એલસીબી કચેરી લાવવામાં આવ્યો હતો, જ્યાં પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે તે છેલ્લા દોઢ વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ જવાથી બચવા માટે નાસતો ફરતો હતો. ત્યારબાદ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ જીમખાનામાં ₹30 લાખથી વધુના ખર્ચે નવો બોર:વર્ષો જૂની પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ખાતમુહૂર્ત
    Next Article
    Dhoni To Get New CSK Role After Fleming's Exit. Report Makes Big Revelation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment