Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપરાડામાં LCBએ ₹2.62 લાખનો દારૂ ઝડપ્યો:સેલવાસથી સ્વિફ્ટ કારમાં લવાતો જથ્થો જપ્ત, બુટલેગર ફરાર

    23 hours ago

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ મોટી કાર્યવાહી કરી છે. સેલવાસથી સ્વિફ્ટ કારમાં લવાતો ₹2.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ ₹7.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જોકે કાર ચાલક પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો. વલસાડ જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો અપનાવવામાં આવે છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ LCB દ્વારા આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ સ્ટાફ જિલ્લા સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન LCBના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રજનીકાંત રમેશભાઈને ગુપ્ત બાતમી મળી હતી કે સેલવાસથી એક સ્વિફ્ટ કારમાં દારૂનો મોટો જથ્થો સપ્લાય થવાનો છે. આ બાતમીના આધારે LCB પીએસઆઈ જે.જી. વસાવા અને તેમની ટીમે કપરાડાના મોજે મનાલા, આલય ફળિયાથી ખડગવાળ તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળી સફેદ કલરની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર (જીજે-05-જેઈ-2787) ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈને કાર ચાલક અંધારાનો લાભ લઈ વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા પાછળની સીટ અને ડિક્કીના ભાગે બનાવેલા ગુપ્ત ખાનાઓમાંથી ચોરીછૂપીથી સંતાડેલો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી વ્હીસ્કી અને બીયરના કુલ 38 બોક્સ મળી આવ્યા હતા, જેમાં 1272 નંગ ટીન/બાટલીઓ અને કુલ 384 લીટર દારૂનો સમાવેશ થાય છે. આ દારૂની કિંમત ₹2,62,320 આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ₹5,00,000ની કિંમતની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર પણ જપ્ત કરી છે. આમ, પોલીસે કુલ ₹7,62,320નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રજનીકાંત રમેશભાઈએ કપરાડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે તમામ મુદ્દામાલ વધુ તપાસ અર્થે કપરાડા પોલીસને સોંપ્યો છે અને ફરાર બુટલેગરને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ધોળા દિવસે રસ્તા પર પતિ-પત્ની વચ્ચે ધબધબાટી, CCTV:સુરતમાં પતિએ મહિલાને બિભત્સ ગાળો આપીને માર માર્યો, પતિની પ્રેમિકાએ પણ ઝાપટ મારી; મારી નાખવાની ધમકી
    Next Article
    લીમખેડા પોલીસની સતર્કતાથી યુવતીનો બચ્યો જીવ:લીમખેડા તાલુકામાં આત્મહત્યા કરવા જઈ રહેલી યુવતીને જનરક્ષક-112 ટીમે બચાવી, પ્રેમી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment