Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર LCBએ ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલ્યો:₹2 લાખના સોનાના ચેઇન સાથે બે આરોપીઓ ઝડપાયા, ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર યાણપાના પુલથી દબોચ્યા

    1 day ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ચેઈન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ₹2,04,300ની કિંમતનો સોનાનો ચેઈન જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને તેને શોધી કાઢવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCBના PC વજા સાનિયા અને પેરોલ ફર્લો સ્ક્વોડના HC દેવરાજ જોગરાજિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર યાણપાના પુલ પાસેથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અમદાવાદના હાટકેશ્વર, હરિપુરા, લાલ સેન્ટર સામે છાપરામાં રહેતા સાહિલ દિનેશ દતાણી અને અમદાવાદના અમરાઈવાડી રોડ, મહાલક્ષ્મીનગર પતરાવાળી ચાલીમાં રહેતા રાહુલ પૂનમ વાઘેલાનો સમાવેશ થાય છે. આ ગુનો ચોટીલા પોલીસ સ્ટેશનમાં B.N.S. કલમ 304 હેઠળ નોંધાયો હતો. આરોપી રાહુલ પૂનમ વાઘેલાનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં B.N.S. કલમ 304(2) 54 અને B.N.S. કલમ 310(2) હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કામગીરી LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ PSI જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ PSI એન.એ. રાયમા અને સ્ટાફના HC અજયસિંહ ઝાલા, HC દેવરાજ જોગરાજિયા, HC મુન્ના રાઠોડ, PC હેન્દ્ર દાદરેસા, PC વજા સાનિયા, PC ભરત સભાડ, PC મેહુલ મકવાણા, ડ્રાઈવર L.HC યુવરાજસિંહ વાઘેલા અને HC પ્રદ્યુમનસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પહેલી વન-ડેમાં અફઘાનિસ્તાને ભારતને 195 રનનો ટાર્ગેટ આપ્યો:રનચેઝમાં ઈન્ડિયાની પહેલી વિકેટ પડી, રોહિત શર્મા રનઆઉટ થયો; ગિલ સાથે ઈશાન ક્રિઝ પર
    Next Article
    નીચી માંડલમાં જન કલ્યાણ શિબિર યોજાઈ:ગ્રામજનોને સરકારી યોજનાના લાભ સ્થળ પર મળ્યા, રાજ્યમંત્રી ત્રિકમ છાંગા રહ્યા હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment