Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એરફોર્સમાં નોકરીની લાલચ આપી રૂ.1.95 લાખનું સાયબર ફ્રોડ:ગાંધીનગરમાં સિસ્ટમ એન્જિનિયર રાજકોટની યુવતીને યુવકે એરફોર્સમાં સ્ક્વાર્ડન લીડરની ઓળખ આપી છેતરી

    11 hours ago

    રાજકોટની યુવતિ સાથે એરફોર્સમાં નોકરી આપવાના બહાને રૂ.1.95 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગાંધીનગરમાં TCS કંપનીમાં સિસ્ટમ એન્જિનિયર તરીકે ફરજ બજાવતી આ યુવતી સાથે પ્રતિક ભારદ્વાજ નામના યુવાને પોતે એરફોર્સમાં નોકરી કરતા હોવાની ઓળખ આપી હતી અને તે સૂર્યકિરણ ટીમમાં સ્ક્વાર્ડન લીડર તરીકે હોવાનું જણાવ્યું હતું. યુવતીએ નાણા ટ્રાન્સફર કર્યા બાદ પણ નોકરીનો ઓર્ડર ન મળતા તેને શંકા ઉપજી અને તેને ગાંધીનગર સીઆઇડી ક્રાઈમના હેલ્પ લાઈન નંબર પર ફરિયાદ કરી અને તેના આધારે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટના જામનગર રોડ ઉપર અવધ રેસીડેન્સીમાં રહેતા 28 વર્ષીય દિશાબા પ્રવિણસિંહ પરમારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષથી ગાંધીનગર સ્થિત ટી.સી.એસ. કંપનીમાં સીસ્ટમ એન્જીનીયર તરીકે ફરજ બજાવું છું. શનિવાર અને રવિવાર સહિતની રજાઓમાં રાજકોટ આવું છું. ગત 17 મે,2026 ના હું ઈન્સ્ટાગ્રામમાં જે આઈડી prateek7539ને ફોલો કરતી હતી તેના પર મેસેજ કર્યો હતો. તે સમયે તે આઇડી પરથી મેસેજ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ પ્રતિક ભારદ્વાજ તરીકે આપી હતી અને પોતે ઇન્ડિયન એરફોર્સના સૂર્યકિરણ ટીમમાં ફ્લાઇંગ બ્રાચમાં સ્કવાડર્ન 52 માં સ્કવાડર્ન લીડર તરીકે કર્ણાટકમાં બીડર એરફોર્સ ખાતે ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. મને પણ એરફોર્સમાં નોકરી કરવાનો શોખ હોય જેથી મે તેમની પાસેથી વધુ જાણકારી મેળવી હતી. જે બાદ અમારે અવાર-નવાર ઈન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હતી. જે પછી પ્રતિક ભારદ્વાજે એરફોર્સમાં નોકરી અપાવીશ તેવું કહ્યું હતું અને તેના માટે ઇન્ટર્નલ રૂપિયાની લેતી દેતી કરીને પણ એર ફોર્સમાં નોકરી મેળવી શકાય છે તેમ જણાવ્યું હતું અને ત્યાર પછી તેના પર્સનલ મોબાઈલ નંબર પણ મને આપ્યા હતા. જે બાદ મારા ડોક્યુમેન્ટ જેવા કે આધારકાર્ડ, માર્કશીટ, ફોટો મોકલ્યા હતા. જે બાદ પૈસાની માંગણી કરતા રૂ.1.95 લાખ કટકે કટકે ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જોકે ત્યારબાદ મને કોઇ નોકરી બાબતનો લેટર મળ્યો ન હતો અને વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. જેથી મને શંકા જતા મે તે બાબતે ગાંધીનગર સી. આઇ.ડી.ક્રાઇમના હેલ્પ લાઇન નંબર 1930 માં કોલ કરી ઓનલાઇન સાયબર ફ્રોડની અરજી આપી હતી. આ રીતે પ્રતીક ભારદ્વાજ નામના યુવાને પોતે એરફોર્સમાં નોકરી કરતા હોવાની ખોટી ઓળખ આપી મારી સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ સાયબર ફ્રોડ કર્યું. તે વ્યક્તિના અલગ અલગ મોબાઈલ નંબર અને ઈન્સ્ટાગ્રામમાં થયેલી વાતચીતના સ્ક્રીનશોટ ઉપલબ્ધ છે ત્યારે આ છેતરપિંડી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે જેથી પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલા ક્રિકેટમાં પણ પાકિસ્તાનનું સુરસુરિયું:ભારતે 55 રનમાં ઓલઆઉટ કર્યું, વુમન્સ એશિયા કપનો સૌથી લોએસ્ટ સ્કોર, શ્રી ચરણી-પ્રેમાએ 3-3 વિકેટ લીધી
    Next Article
    મહિલા ક્રિકેટમાં પણ પાકિસ્તાનનું સુરસુરિયું:ભારતે 55 રનમાં ઓલઆઉટ કર્યું, વુમન્સ એશિયા કપનો સૌથી લોએસ્ટ સ્કોર; ઈન્ડિયાએ પહેલી વિકેટ ગુમાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment