Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીચી માંડલમાં જન કલ્યાણ શિબિર યોજાઈ:ગ્રામજનોને સરકારી યોજનાના લાભ સ્થળ પર મળ્યા, રાજ્યમંત્રી ત્રિકમ છાંગા રહ્યા હાજર

    1 day ago

    મોરબી તાલુકાના નીચી માંડલ ગામની પ્રાથમિક શાળા ખાતે 'વિકસિત ભારત સંકલ્પ' અંતર્ગત જન કલ્યાણ શિબિર યોજાઈ હતી. મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉચ્ચ તથા તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાની અધ્યક્ષતામાં યોજાયેલી આ શિબિરમાં ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરવાનો પ્રયાસ કરાયો હતો. પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર લોકકલ્યાણના કાર્યો માટે પ્રતિબદ્ધ છે. પારદર્શક અને પ્રજાલક્ષી વહીવટને કારણે નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વિના વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહ્યો છે. શિબિરમાં વિવિધ વિભાગોના સ્ટોલ ઊભા કરાયા હતા, જ્યાં આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા સહિતની સેવાઓ માટે અરજીઓ સ્વીકારી જરૂરી માર્ગદર્શન અને મંજૂરી અપાઈ હતી. આ ઉપરાંત, વિવિધ સરકારી યોજનાઓના લાભો અને સહાયનું પણ વિતરણ કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર LCBએ ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલ્યો:₹2 લાખના સોનાના ચેઇન સાથે બે આરોપીઓ ઝડપાયા, ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર યાણપાના પુલથી દબોચ્યા
    Next Article
    ટ્રાફિક સમસ્યા નિવારવા એ-ડિવિઝન પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:આઝાદ ચોક, એમ.જી. રોડ અને કાળવા ચોકમાં આડેધડ વાહન પાર્કિંગ સામે કડક કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment