Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા LCBએ દારૂની હેરાફેરી ઝડપી પાડી:પાલનપુર તાલુકામાંથી ₹1.99 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી પકડાયા

    2 days ago

    બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે એક ઓટો રિક્ષામાંથી કુલ ₹1,99,732/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. LCB સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, GJ.08.AX.5710 નંબરની ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો માલણથી કુંપર ગામ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે માલણથી કુંપર જતા રોડ પર નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન શંકાસ્પદ ઓટો રિક્ષાને રોકવામાં આવી હતી. તેની તપાસ કરતાં તેમાંથી પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 211 બોટલ અને બિયર મળી આવ્યા હતા, જેની કિંમત ₹84,732/- છે. પોલીસે દારૂ અને ઓટો રિક્ષા સહિત કુલ ₹1,99,732/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ કેસમાં અજયજી પ્રતાપજી ઠાકોર (ઉં.વ. 19, રહે. રંગપુર(ભચડીયા), તા. દાંતા) અને જગદીશભાઈ વાઘાભાઈ રબારી (ઉં.વ. 27, રહે. અડેરણ, તા. દાંતા) ની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો ભરાવનાર મંડીયા ઠેકાવાળો નામનો એક અજાણ્યો ઈસમ પણ આ ગુનામાં સામેલ હોવાનું ખુલ્યું છે. આ તમામ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાના આધારે દારૂ-જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે આ કાર્યવાહી કરાઈ હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પાર પાડવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં વિશ્વકર્મા સમાજે હિન્દુ સંમેલન યોજ્યું:સંતો-આગેવાનોએ સનાતન સંસ્કૃતિ અને સામાજિક એકતાનું આહ્વાન કર્યું
    Next Article
    Kevin Pietersen recalls how he was caught in middle of ECB vs Lalit Modi when IPL was at its infancy: ‘More money, and miss a couple of Test matches…didn’t matter’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment