Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલુપુરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી લેતી શાતિર ત્રિપુટી ઝડપાઈ:કોબા લઈ જઈ માર માર્યો, પરિવાર પાસે ખંડણી માંગી; LCBએ ₹1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    6 hours ago

    અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને સારંગપુર સર્કલ વિસ્તારમાંથી નિર્દોષ મુસાફરોને રિક્ષામાં બેસાડીને લૂંટી લેતી તેમજ બંધક બનાવી પરિવારજનો પાસેથી ખંડણી માંગતી રીઢા લૂંટારુઓની ત્રિપુટીને ઝોન-3 લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ નશાના રવાડે ચડેલા છે અને પોતાના અંગત મોજશોખ પૂરા કરવા માટે બહારગામથી આવતા નિર્દોષ મુસાફરોને નિશાન બનાવી ગુનાને અંજામ આપતા હતા. લૂંટારુઓ મુસાફરોને માર મારવાની ધમકી આપી ઓનલાઈન QR કોડ સ્કેન કરાવી પરિચિતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી લેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગાંધીનગર જવા રિક્ષામાં બેઠેલા મુસાફર સાથે ખેલ પાડ્યો ઘટનાની વિગતો અનુસાર ગત 4 નવેમ્બરની સાંજે એક અજાણ્યો મુસાફર કાલુપુર સારંગપુર સર્કલ પાસેથી ગાંધીનગર જવા માટે ઓટોરિક્ષામાં બેઠો હતો. રિક્ષા થોડે દૂર આગળ પહોંચતાં જ રિક્ષાચાલક તેમજ અગાઉથી પેસેન્જર તરીકે અંદર ગોઠવાયેલા તેના બે સાગરીતોએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. આરોપીઓએ ચાલુ રિક્ષામાં મુસાફરને છરી કે હથિયાર બતાવી માર મારવાની ધમકી આપી હતી અને તેના ખિસ્સામાંથી ₹1,000ની રોકડ રકમ કાઢી લીધી હતી. આટલેથી ન અટકતાં લૂંટારુઓએ બળજબરીપૂર્વક ક્યૂઆર કોડ સ્કેન કરાવી તેના ખાતામાંથી વધુ ₹3300 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. કોબા સર્કલ પાસે અવાવરું જગ્યાએ લઈ જઈ ઢોરમાર માર્યો ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવ્યા બાદ આરોપીઓએ મુસાફરનો મોબાઇલ ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ રિક્ષાને ગાંધીનગર તરફ હંકારી જઈ કોબા સર્કલથી આગળ આવેલા એક સૂમસામ અવાવરું સ્થળે લઈ ગયા હતા. ત્યાં મુસાફરને રિક્ષામાંથી નીચે ઉતારીને ઢોરમાર માર્યો હતો. લૂંટારુઓએ મુસાફરના ફોન પરથી તેના પરિવારજનોને કોલ કરાવી તેને જીવતો છોડાવવા માટે વધુ મોટી રકમની ખંડણી માંગી હતી. જોકે, પરિવારે કોઈ પૈસા ન મોકલતાં અને પોલીસ ફરિયાદની બીક લાગતાં લૂંટારા મુસાફરને રસ્તામાં જ અવાવરું જગ્યાએ રઝળતો મૂકીને અંધારામાં ફરાર થઈ ગયા હતા. પોલીસે હનીફ ઉર્ફે કાંટા સહિત ત્રણેય સાગરીતોને દબોચી લીધા આ સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર મુસાફરે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગુનાની ગંભીરતા જોતાં ઝોન-3 LCBની ટીમે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હનીફ ઉર્ફે કાંટા મોહમ્મદ શરીફ શેખ, પ્રેમ નટવરલાલ પરમાર અને રેહાનખાન સિરાજખાન પઠાણ નામના ત્રણ આરોપીઓને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી ઓટોરિક્ષા અને રોકડ સહિત કુલ ₹1.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ત્રિપુટીએ ભૂતકાળમાં અન્ય કેટલા મુસાફરોને આ જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ્યા છે તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    GST ઓફિસ બહાર દિવાળી ગિફ્ટ મુદ્દે બબાલ:'હું મોડી રાતે પણ સાહેબોને મૂકવા જાઉં છું'... મીઠાઈ માગતાં કોન્ટ્રાક્ટરે ડ્રાઈવરને તમાચો ચોડી દીધો
    Next Article
    પીસીઆર વાન આવી છતાં 20 કલાક સુધી ફરિયાદ નહીં:જાહેર રોડ ઉપર ગાડીઓ ઉભી રાખી કેક કાપી જન્મદિવસની ઉજવણી, પોલીસને જોતા જ દોડધામ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment