Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમી કોલેજમાં GST પરિચય સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓને કરવેરાનું જ્ઞાન આપવા વિશેષ વ્યાખ્યાન

    2 days ago

    સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી ખાતે 1 જુલાઈ, 2026ના રોજ "Introductory Seminar on GST" નું આયોજન કરવામાં આવ્યું હતું. કોમર્સ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં કરવેરા સંબંધિત જ્ઞાન વધારવાના હેતુથી આ વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમના પ્રારંભમાં અધ્યાપિકા ડૉ. ખુશ્બુ મોદીએ ઉપસ્થિત નિષ્ણાત વક્તા, શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ, (IQAC) ચેરમેન ડૉ. ચેતન પ્રજાપતિએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમણે વર્તમાન અર્થતંત્રમાં GSTની પ્રસ્તુતતા અને તેની પાયાની સમજ મેળવવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. સેમિનારના મુખ્ય વક્તા તરીકે કોમર્સ વિભાગના પ્રાધ્યાપક વિજય જોષીએ વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ભારતમાં વસ્તુ અને સેવા કર (GST) ના અમલીકરણ પૂર્વેના પરોક્ષ કરવેરાની મર્યાદાઓ સ્પષ્ટ કરી હતી. ‘એક દેશ, એક કર’ પ્રણાલીની ઐતિહાસિક આવશ્યકતા પર પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો. પ્રાધ્યાપક જોષીએ GSTના વિવિધ દર (Slabs) તેમજ કેન્દ્રીય, રાજ્ય અને આંતરરાજ્ય કક્ષાએ લાગુ પડતી કર પ્રણાલીઓ જેવી કે CGST, SGST, IGST અને UTGST ના માળખાને સરળ શૈલીમાં સમજાવ્યું હતું. આ ઉપરાંત, તેમણે GST રજિસ્ટ્રેશન પ્રક્રિયા, રિટર્ન ફાઇલ કરવાની પાત્રતા અને સમયમર્યાદા, GST પોર્ટલની કાર્યપદ્ધતિ, સંબંધિત સત્તાધિકારીઓ અને GST ક્રેડિટ (Input Tax Credit) જેવા ટેકનિકલ મુદ્દાઓ પર સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વ્યાખ્યાનના અંતે જિજ્ઞાસા નિવારણ સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપવામાં આવ્યા હતા. ડૉ. અમર ચક્રવર્તીએ વક્તા સહિત કાર્યક્રમમાં જોડાયેલા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ શૈક્ષણિક સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેનું આયોજન આચાર્ય ડૉ. ટેક્પાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ કોમર્સ વિભાગ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હારીજ કોલેજમાં સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો:પોલીસ વિભાગે વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું
    Next Article
    સુરતમાં વૃદ્ધને 30 સેકન્ડમાં 13 વાર ધોકા મારી પતાવી દીધા,CCTV:નીચે પડી ગયા બાદ પણ યુવક ન અટક્યો, આજીજી કરતા રહ્યા છતા આડેધડ મારતો રહ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment