Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 વ્યક્તિઓમાં જીવંત રહેશે હરીશ રાણા:13 વર્ષથી કોમામાં રહેલા હરીશનું અંગદાન; ભાઈએ મુખાગ્નિ આપી, પિતાએ બીજાને રડવાની ના પાડી ને પોતે રડી પડ્યા

    15 hours ago

    ઈચ્છામૃત્યુની માંગ કરનાર ગાઝિયાબાદના હરીશ રાણાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. દિલ્હીના ગ્રીન પાર્ક સ્મશાનગૃહમાં બુધવારે સવારે 9.40 વાગ્યે તેના ભાઈ આશિષ રાણાએ મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા. હરીશના પાર્થિવદેહને સવારે 8:30 વાગ્યે સ્મશાનગૃહ લાવવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર દરમિયાન, હરીશના પિતાએ હાથ જોડીને લોકોને વિનંતી કરતા કહ્યું- કોઈ રડશો નહીં. હું પ્રાર્થના કરું છું કે મારો દીકરો શાંતિથી જાય. ભગવાન તેને જ્યાં પણ જન્મ આપે ત્યાં તેને આશીર્વાદ આપે. હરીશ રાણાએ 24 માર્ચે દિલ્હીના એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. 31 વર્ષીય હરીશ રાણા 13 વર્ષથી કોમામાં હતો. સુપ્રીમ કોર્ટે 11 માર્ચે ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. દેશમાં આ પહેલો કિસ્સો છે જ્યાં ઈચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવી છે. 14 માર્ચે હરીશને ગાઝિયાબાદ ખાતે તેના ઘરેથી દિલ્હીના એઈમ્સમાં ખસેડવામાં આવ્યો હતો. 16 માર્ચે તેની ફીડિંગ ટ્યુબ કાઢી નાખવામાં આવી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ, પરિવારે હરીશના ફેફસાં, બંને કિડની અને કોર્નિયાનું દાન કર્યું છે. આનાથી 6 લોકોને નવું જીવન મળવાની અપેક્ષા છે. હરીશને એઈમ્સમાં પેસિવ યુથેનેશિયા (Passive Euthanasia) આપવામાં આવ્યું હતું. આનો અર્થ એ થયો કે ગંભીર રીતે બીમાર દર્દીને જીવતો રાખવા માટે આપવામાં આવતી બાહ્ય લાઈફ સપોર્ટ અથવા જે સારવાર કરવામાં આવી રહી હોય છે તેને હટાવવામાં આવે છે, જેથી દર્દી કુદરતી રીતે મૃત્યુ પામે. દિલ્હી હાઈકોર્ટે ઈચ્છામૃત્યુની મંજુરી આપી નહીં, પછી પરિવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હરીશ રાણાના પરિવારે શરૂઆતમાં 3 એપ્રિલ, 2024ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં ઈચ્છામૃત્યુની મંજુરી માંગતી અરજી કરી હતી. જોકે, કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પરિવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હરીશ રાણાના અંતિમ સંસ્કાર સંબંધિત અપડેટ માટે લાઇવ બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Why we still read Robert Frost
    Next Article
    ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના, 19 સભ્યોનો સમાવેશ:મુખ્યમંત્રીથી લઈ પૂર્વ મંત્રીઓનો સમાવેશ,પાટીલ સહિત ચાર પૂર્વ પ્રદેશ પ્રમુખને સ્થાન અપાયું; જુઓ સંપૂર્ણ લિસ્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment