Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ LCBએ ₹1.43 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:સિદ્ધપુર હાઇવે પર લક્ઝરી બસમાંથી 960 બોટલ સાથે 3 ઝડપાયા

    6 hours ago

    પાટણ LCB ટીમે સિદ્ધપુર નેશનલ હાઇવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રામદેવરાથી અમદાવાદ જતી એક લક્ઝરી બસમાંથી સોફાના ખાનામાં છુપાવેલી 960 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે ડ્રાઈવર અને એક દારૂ લાવનાર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ ₹27,03,620નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે મળેલી સૂચનાના આધારે LCB પીઆઈ આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ ટીમ સિદ્ધપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનના રામદેવરાથી અમદાવાદ જતી ભવાની ટ્રાવેલ્સની લક્ઝરી બસ (નંબર AR-01-T-5645)માં દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે સિદ્ધપુર GIDC સામે હાઇવે પર વોચ ગોઠવી બસને રોકી હતી. બસની તલાશી લેતા, પેસેન્જરોને બેસવા અને સુવાના સોફા નીચે બનાવેલા ખાસ ખાનાઓમાંથી પ્લાસ્ટિકના થેલામાં ભરેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની 960 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત ₹1,43,520 આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. જેમાં બસ ડ્રાઈવર ટીકમારામ ઉર્ફે કેલાશ ભુરારામ જાટ, ડ્રાઈવર કમ કંડક્ટર સ્વરૂપસિંહ જુજારસિંહ સોઢા અને દારૂનો જથ્થો લાવનાર મેઘસિંહ ખુમાનસિંહ રાઠોડ (તમામ રહે. બાડમેર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો બાડમેરના ઠેકેદાર છોટાસિંહ પાસેથી મેળવી, બસ માલિક ભવાનીસિંહ ભાટીની સંમતિથી અમદાવાદના શાહીબાગ ખાતે રહેતા ગણપતસિંહ ચાવડાને પહોંચાડવાનો હતો. પોલીસે બસ માલિક સહિત અન્ય ત્રણ શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસે ₹1,43,520નો વિદેશી દારૂ, ₹25,00,000ની લક્ઝરી બસ, ₹46,000ની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને ₹14,100ની રોકડ રકમ સહિત કુલ ₹27,03,620નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં LCB પીઆઈ આર.જી. ઉનાગર, પીએસઆઈ એસ.બી. સોલંકી, પી.વી. ચૌધરી અને અન્ય પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં હીટવેવની અસર, 42 ડિગ્રીએ શહેરીજનો શેકાયા:સામાન્ય તાપમાન કરતા 6.8 ડિગ્રી વધુ તાપમાન, બે દિવસ 'યલો એલર્ટ'; સીઝનનો સૌથી ગરમ દિવસ
    Next Article
    રાજ્ય સરકારનો વહીવટી ફેરફાર, IT વિભાગમાં બદલી:નમ્રતા નથવાણીને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગમાં મૂકાયા, અધિકારીઓને નવી જગ્યાએ હાજર થવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment