Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં હીટવેવની અસર, 42 ડિગ્રીએ શહેરીજનો શેકાયા:સામાન્ય તાપમાન કરતા 6.8 ડિગ્રી વધુ તાપમાન, બે દિવસ 'યલો એલર્ટ'; સીઝનનો સૌથી ગરમ દિવસ

    6 hours ago

    સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. આજે સુરતમાં મે મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. શહેરનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. જે સમાન્ય તાપમાન કરતા 6.8 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. હીટવેવ અનુભવાતા સુરતીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ સોમવાર અને મંગળવાર માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું હતું, જેની સીધી અસર આજે જોવા મળી રહી છે. સવારથી જ સૂરજએ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે બપોર થતા સુધીમાં રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. હવામાન વિભાગના આંકડા અને ભીષણ ગરમીની સ્થિતિ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, આજે લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 27% રહ્યું હતું. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા 6 કિમી પ્રતિ કલાકની ઝડપના પવનો પણ લોકોને ગરમીથી રાહત આપી શક્યા નથી. વાતાવરણમાં શુષ્કતા અને હીટવેવ જેવી સ્થિતિને કારણે લોકો ઘરમાં કે ઓફિસમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને બપોરના સમયે ગરમ પવનોને લીધે લૂ લાગવાના કિસ્સાઓમાં પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. બપોરે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ સૂર્યનો પ્રકોપ યથાવત છે. સવારે 10 વાગ્યાથી જ ચામડી દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન તો ખુલ્લા આકાશમાં નીકળવું એક મોટો પડકાર બની ગયો છે. ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી જતાં લોકો ઠંડા પીણા અને આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે. પશુ-પક્ષીઓ પણ પાણીની શોધમાં આમતેમ ભટકતા જોવા મળી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં ડામરના રસ્તાઓ જાણે ભઠ્ઠીની જેમ તપી રહ્યા છે, જેનાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આગામી સપ્તાહ સુધી ગરમીમાં રાહત મળવાની શક્યતા નહિવત હવામાન વિભાગની આગાહી મુજબ, આ ભીષણ ગરમીનો દોર હજી આગામી સપ્તાહના અંત સુધી ચાલુ રહી શકે છે. જોકે, બે દિવસના યલો એલર્ટ બાદ તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે, પરંતુ પારો 40 થી 42 ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. પશ્ચિમી પવનોની અસરને કારણે ભેજનું પ્રમાણ ઓછું રહેતા ગરમી વધુ આકરી લાગી રહી છે. નિષ્ણાતોના મતે, ગ્લોબલ વોર્મિંગ અને કોંક્રિટના જંગલોને કારણે શહેરી વિસ્તારોમાં તાપમાન વધુ ઊંચું નોંધાઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. ગરમીથી બચવા આરોગ્ય વિભાગની સાવચેતી રાખવા અપીલ આકરી ગરમી અને હીટવેવની સ્થિતિને જોતા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે વધુમાં વધુ પાણી પીવું, ઓઆરએસ (ORS) અથવા લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરવું હિતાવહ છે. સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરવા તેમજ બહાર નીકળતી વખતે માથું ઢાંકીને રાખવું જોઈએ. આગામી બે દિવસ સુરતીઓ માટે ભારે રહેવાના છે, તેથી સાવચેતી જ એકમાત્ર ઉપાય છે.
    Click here to Read More
    Previous Article
    હર્ષદ વ્યાસ સુરેન્દ્રનગર સ્લમ રીહેબિલીટેશન સમિતિના સભ્ય નિયુક્ત:વિચરતી જાતિના આગેવાનની મહાનગરપાલિકા દ્વારા નિમણૂક
    Next Article
    પાટણ LCBએ ₹1.43 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:સિદ્ધપુર હાઇવે પર લક્ઝરી બસમાંથી 960 બોટલ સાથે 3 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment