Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ LCBએ ₹12.63 લાખનો બીયર જથ્થો જપ્ત:પાળીયાદ વિસ્તારમાંથી ઝડપાયો, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

    11 hours ago

    બોટાદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે અલગ-અલગ દરોડા પાડી કુલ ₹12.63 લાખનો ભારતીય બનાવટનો વિદેશી બીયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે ત્રણ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચના હેઠળ, જિલ્લામાં દારૂની બદી નાબૂદ કરવા માટે LCBની ટીમો દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજાના સુપરવિઝન હેઠળ, PSI એસ.બી. સોલંકી અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે મોટા છૈડા ગામની સીમમાં ભાદર નદી પાસે પડતર જગ્યામાંથી કાર્યવાહી કરાઈ હતી. અહીં રજીસ્ટ્રેશન વગરની મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીમાંથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ અને થંડર બોલ્ટ પ્રીમિયમ બીયરનો કુલ ₹8,46,560નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં, PSI એચ.એ. વસાવા અને તેમની ટીમે મોટા પાળીયાદ ગામની સીમમાં સુરેન્દ્રનગરના જૂના માર્ગે આવેલી ગેસ એજન્સી પાસેની વાડીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કિંગફિશર સુપર સ્ટ્રોંગ બીયરના ટીન મળી કુલ ₹4,17,120નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને કેસમાં ઉદયભાઈ ભાંભળા, ગૌતમભાઈ ખાચર અને ગોવિંદભાઈ ખટાણા સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બોટાદ LCB દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ આ બીયર જથ્થાની જપ્તી અંગે માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    6 કરોડની લોન કરાવા વેપારી ગયાને 76.89 લાખ ગુમાવ્યા:ઠગ પરિવારે લોન પ્રોસેસના નામે રૂપિયા એડવાન્સ લઈ શાહીબાગના શખ્સ સાથે છેતરપિંડી કરી
    Next Article
    વેરાવળ–પાટણ નગરપાલિકામાં વહીવટદાર શાસન અમલી:પ્રાંત અધિકારી વિનોદ જોશીએ સંભાળ્યો ચાર્જ; પ્રાથમિક સુવિધાઓ સુધારવા અધિકારીઓને તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment