Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 કરોડની લોન કરાવા વેપારી ગયાને 76.89 લાખ ગુમાવ્યા:ઠગ પરિવારે લોન પ્રોસેસના નામે રૂપિયા એડવાન્સ લઈ શાહીબાગના શખ્સ સાથે છેતરપિંડી કરી

    13 hours ago

    લોભીયા હોય ત્યા ધુતારા ભુખે નથી મરતા તે કહેવત શાહીબાગમાં રહેતા એક વેપારી ઉપર સાચી સાબીત થઈ રહી છે. વેપારીએ 6 કરોડ રૂપિયાની લોન કરાવવા માટે 76.89 લાખ રૂપિયા ઠગ પરિવારને આપી દીધા હોવાનું સામે આવ્યુ છે. પિતા, પુત્ર અને પરિણીતાએ મળીને લોન કરાવી આપીને કમીશન હડપ કરવાનું કામ શરુ કર્યુ હતું. આ અંગે વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કૃતેશ શાહ, તેના પિતા ભરત શાહ અને પત્નિ મૃગંધા શાહ વિરૂદ્ધ 76.98 લાખ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ કરી છે. શાહીબાગમાં રહેતા દિનેશ સોની સંયુક્ત પરિવારમાં રહે છે અને શિવમ એન્ટરપ્રાઈઝ નામથી ફર્મ ધરાવીને એન્જીનીયરીંગ વર્કશોપની મશીનરીનો વેપાર કરે છે. વર્ષ 2025માં દિનેશ સોનીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકજ પરિવારના ત્રણ સભ્યો વિરૂદ્ધ છેતરપિંડીની અરજી કરી હતી. જેમાં પોલીસે ગઈકાલે ગુનો નોધ્યો છે. ઠગ પરિવારે દસ ટકા કમિશને લોન કરાવી આપવાની વાત કરી મળતી વિગત અનુસાર, એપ્રિલ મહિનામાં ધંધાના વિકાસ માટે રૂપિયાની જરૂર હોવાથી તેમણે તેના મિત્રવર્તુળમાં વાત કરી હતી. દરમિયાન દિનેશ સોનીને અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મિત્રએ લોન કરી આપવા માટે એક સંપર્ક આપ્યો હતો. વસંત મોદીએ દિનેશ સોનીને કહ્યુ હતું કે, કૃતેશ શાહ એક કંપની ધરાવે છે અને ધંધાદારી લોકોને ધંધા માટે લોન કરાવી આપે છે અને તેના બદલામાં લોન થાય તેના દસ ટકા કમિશન લે છે. દિનેશ સોનીએ કમિશન આપવા માટે પણ તૈયાર થઈ ગયા હતા અને વસંત મોદીને તેમની ઓફિસે લઈ જવાનું કહ્યું હતું. વસંત અને દિનેશ ડ્રાઈવ-ઈન રોડ ખાતે આવેલા ગાલા એમ્પાયરમાં કૃતેશને મળવા માટે ગયા હતા જ્યા તેની પત્નિ મૃગંદા પણ હાજર હતી. દિનેશે ધંધાની વાત કરતા કૃતેશ શાહે લોન કરાવી આપવાની બાંહેધરી લીધી હતી. પહેલાં કમિશનના અંદાજે 9 લાખથી વધુ પડાવ્યા 4 એપ્રિલ 2025માં કૃતેશ અને તેના પિતા ભરત શાહે દિનેશ સોનીને જણાવ્યુ હતું કે, મે તમારી લોનની પ્રોસેસ ચાલુ કરી દીધી છે તો મને અત્યારે મારા કમિશનના 7 લાખ રૂપિયા આપો. કૃતેશ પર વિશ્વાસ કરીને દિનેશે સોનીએ સાત લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતાં. આ બાદ બે વખત કૃતેશે 45 હજાર રૂપિયા અને એક વખત 1.80 લાખ રૂપિયા લોન પાસ કરાવવાના લીધા હતાં. તમારી લોન ટુંક સમયમાં પાસ થઈને આવી જશે તેમ કહીને કૃતેશે રૂપિયા ખંખેરી લીધા હતાં. 'જેટલા રૂપિયા આપ્યા છે તે મને પાછા આપી દો' દિનેશને શંકા જતા તેમણે કૃતેશને કહ્યું હતું કે, જો મારી લોન થાય તેમ ના હોય તો મે અત્યાર સુધી જેટલા રૂપિયા આપ્યા છે તે મને પાછા આપી દો. દિનેશની વાત પર કૃતેશે તેમને જવાબ આપ્યો છે કે, તમારી લોનની રકમ વધારે છે એટલે તે પાસ થવામાં સમય લાગે, વિશ્વાસ રાખો હું તમારી લોન કરાવી આપું છું. બાદમાં કૃતેશે દિનેશના મોબાઈલના વોટ્સએપમાં એક પીડીએફ ફાઈલ મોકલી હતી. ફક્ત પીડીએફ મોકલી, 15.30 લાખ મોકલ્યાં નહી પીડીએફ ફાઈલમાં કૃતેશે 15.30 લાખ રૂપિયા પરત કર્યા હોવાની વિગત હતી. દિનેશ સોનીએ કૃતેશ પર વિશ્વાસ કરીને થોડી રાહ જોઈ હતી. દરમિયાનમાં દિનેશે તેમના બેંકમાં જઈને તપાસ કરી તો કૃતેશે કોઈ 15.30 લાખ રૂપિયા મોકલ્યા હતાં નહી. જેથી દિનેશે કૃતેશને ફોન કરીને કહ્યું હતું કે, મારા ખાતામાં એક પણ રૂપિયા આવ્યો નથી. કૃતેશે ફરીથી દિનેશને સમાજવ્યુ હતું કે, મોટી રકમ હોય તો ઘણી વાત ટ્રાન્સફર થવામાં વાર લાગે તેમ છે. દિનેસે કૃતેશને રૂપિયા આપવાનો ઈન્કાર કરી દીધો ત્યારબાદ કૃતેશે દિનેશને જણાવ્યું કે, મારે 7.28 લાખ રૂપિયા રોકડા જોઈશે. આ રૂપિયા બેંકના કર્મચારીને લોન કરાવવા માટેનો વહીવટ આપવો પડશે. દિનેસે કૃતેશને રૂપિયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કૃતેશે તેની કંપનીનો સહીવાળો ચેક દિનેશને આપ્યો હતો અને કહ્યું હતું કે, જો તમારા ખાતામાં પૈસા ના આવે તો આ ચેક તમે ભરી દેજો. કૃતેશની વાત પર દિનેશે વિશ્વાસ કરી લીધો હતો અને બાદમાં તેને રૂપિયા આપી દેવાની હા પાડી દીધી હતી. 'મારા ખાતામાં કમિશનના 31.32 લાખ અને 30 લાખ ટ્રાન્સફર કરો' દિનેશે 7.28 લાખ રૂપિયા કૃતેશને રોકડા આપ્યા હતા. થોડા સમય બાદ કૃતેશે દિનેશ સોનીને જણાવ્યુ કે, બેંકની પ્રોસેસ ફીમાં પૈસા ભરવા પડશે અને બેંકની પ્રોસેસના 99 સ્ટેપ પુરા થઈ ગયા છે ખાલી એક સ્ટેપ બાકી છે. તો તમે એક કામ કરો મારા ખાતામાં કમિશનના 31.32 લાખ રૂપિયા અને 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરો તો હું તમારા ખાતામાં 6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દઉ છું. કૃતેશ પર વિશ્વાસ કરીને દિનેશે તમામ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતાં. અલગ અલગ રીતે 76.98 લાખ પડાવ્યા રૂપિયા આપી દીધા બાદ પણ દિનેશ સોનીના ખાતામાં લોનના 6 કરોડ અને પહેલા આપેલા 15.30 લાખ રૂપિયા રૂપિયા નહી આવતા તેમણે કૃતેશને ફોન કર્યો હતો. કૃતેશે લોન આવી જશે તેવી બાહેધરી આપીને દિનેશ સોનીને ગોળગોળ ફેરવતા હતાં. દિનેશ સોની 6 કરોડ રૂપિયાની લોન કરાવવા માટે કૃતેશને અલગ અલગ રીતે 76.98 લાખ રૂપિયા આપ્યા હતાં. કૃતેશ ચેક પણ આપ્યો હતો જે બાઉન્સ ગયો હતો. દિનેશ સાથે વિશ્વાસઘાત થતા અંતે તેમણે કૃતેશ તેની પત્નિ અને પિતા વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    GMC ભાવનગર દ્વારા તબીબો માટે 'ગ્રેટીટ્યુડ જર્નલ' લોન્ચ:બર્નઆઉટ ઘટાડી માનસિક સુખાકારી વધારવાનો હેતુ
    Next Article
    બોટાદ LCBએ ₹12.63 લાખનો બીયર જથ્થો જપ્ત:પાળીયાદ વિસ્તારમાંથી ઝડપાયો, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment