Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GMC ભાવનગર દ્વારા તબીબો માટે 'ગ્રેટીટ્યુડ જર્નલ' લોન્ચ:બર્નઆઉટ ઘટાડી માનસિક સુખાકારી વધારવાનો હેતુ

    14 hours ago

    GMC ભાવનગર દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરો માટે 'ગ્રેટીટ્યુડ જર્નલ' લોન્ચ કરવામાં આવી છે. આ પહેલ મેડિકલ તાલીમ દરમિયાન જોવા મળતા માનસિક તણાવ અને કામના ભારણને ઘટાડવા તેમજ આરોગ્ય કર્મચારીઓની માનસિક સુખાકારીને પ્રાધાન્ય આપવા માટે શરૂ કરાઈ છે. ભારતમાં મેડિકલ પ્રોફેશનલ્સ માટે આ એક ગંભીર પડકાર છે. સંશોધનો દર્શાવે છે કે આશરે 45% થી 56% જેટલા પોસ્ટગ્રેજ્યુએટ રેસિડેન્ટ્સ નોંધપાત્ર માનસિક થાક (બર્નઆઉટ) અને ડિપ્રેશનના લક્ષણો અનુભવે છે. લાંબા કામના કલાકો, રાત્રિની ફરજો અને પૂરતી ઊંઘનો અભાવ આ માનસિક તણાવના મુખ્ય કારણો છે. GMC ભાવનગરની આ 'ગ્રેટીટ્યુડ જર્નલ' મનોવૈજ્ઞાનિક માળખા પર આધારિત છે. વૈજ્ઞાનિક પુરાવા મુજબ, દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટર મુક્ત થાય છે. આનાથી મૂડ સુધરે છે, તણાવ ઘટે છે અને તબીબોની માનસિક સ્થિતિસ્થાપકતા (Resilience) વધે છે. આ જર્નલ રેસિડેન્ટ ડોકટરોના વ્યસ્ત શિડ્યુલને ધ્યાનમાં રાખીને 'માઈક્રો-રિટ્યુઅલ્સ' તરીકે તૈયાર કરવામાં આવી છે. તેમાં દિવસની શરૂઆતમાં કોઈ સાથીદાર અથવા સાધન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, તેમજ દિવસની ક્લિનિકલ પડકારો વચ્ચે બનેલી ત્રણ હકારાત્મક બાબતોની નોંધ લેવાનો સમાવેશ થાય છે. દર્દીઓ સાથેની સારી વાતચીત અને સાથી તબીબોના સહકારને ઓળખવા માટેના વિશેષ વિભાગો પણ તેમાં છે. આ પ્રસંગે સંસ્થાના ડીન ડો. ચિન્મય શાહે જણાવ્યું હતું કે, "મેડિકલ શિક્ષણ પડકારજનક છે અને અમારા વિદ્યાર્થીઓ અમારી તાકાત છે. આ જર્નલ દ્વારા અમે તેઓને ક્લિનિકલ તણાવ સામે લડવા માટે એક સબળ સાધન પૂરું પાડવા માંગીએ છીએ." મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને મનોચિકિત્સા નિષ્ણાત ડો. અશોક વાલાએ ઉમેર્યું હતું કે તબીબોનું સારું માનસિક સ્વાસ્થ્ય દર્દીઓની સારવારની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. આ 'ગ્રેટીટ્યુડ જર્નલ' હાલમાં ૨૦૨૦ બેચના ઇન્ટર્ન ડોકટરો અને તમામ રેસિડેન્ટ્સને વિતરણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:સેક્ટર-10ના તોલમાપ વિભાગને ધમકીભર્યો ઈમેલ મળ્યો, BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન
    Next Article
    6 કરોડની લોન કરાવા વેપારી ગયાને 76.89 લાખ ગુમાવ્યા:ઠગ પરિવારે લોન પ્રોસેસના નામે રૂપિયા એડવાન્સ લઈ શાહીબાગના શખ્સ સાથે છેતરપિંડી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment