Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ–પાટણ નગરપાલિકામાં વહીવટદાર શાસન અમલી:પ્રાંત અધિકારી વિનોદ જોશીએ સંભાળ્યો ચાર્જ; પ્રાથમિક સુવિધાઓ સુધારવા અધિકારીઓને તાકીદ

    10 hours ago

    વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થતાં રાજ્ય સરકારે વહીવટદાર શાસન અમલમાં મૂક્યું છે. આ અંતર્ગત વેરાવળના ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી વિનોદ જોશીને નગરપાલિકાના વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રાંત અધિકારી વિનોદ જોશીએ આજે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના વહીવટદાર તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે નગરપાલિકાની વિવિધ શાખાઓના મુખ્ય અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે શહેરના વિકાસ અને નાગરિકોને સુવિધાઓ વધુ અસરકારક રીતે પહોંચે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. વહીવટદાર જોશીએ અધિકારીઓને શહેરમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી પુરવઠા અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓને વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવા માટે ઝડપી તથા અસરકારક કામગીરી કરવા તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગો સંકલનથી કાર્ય કરે અને પ્રજાભિમુખ અભિગમ અપનાવે. તેમણે શહેરના વિકાસ માટે સમયસર કામગીરી, જવાબદારીપૂર્ણ વલણ અને પારદર્શક વહીવટ પર ભાર મૂક્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલી સમસ્યાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપીને તેનો યોગ્ય ઉકેલ લાવવા માટે પણ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે, વહીવટદાર વિનોદ જોશીએ વેરાવળ-પાટણના નાગરિકોને પણ સુશાસનના કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શહેરના વિકાસલક્ષી નિર્ણયોમાં નાગરિકોનો સહકાર અને સહભાગિતા અત્યંત મહત્વપૂર્ણ છે. વહીવટદાર શાસનની શરૂઆત સાથે નગરપાલિકામાં કામગીરી વધુ ગતિશીલ બને અને શહેરના વિકાસને નવી દિશા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ LCBએ ₹12.63 લાખનો બીયર જથ્થો જપ્ત:પાળીયાદ વિસ્તારમાંથી ઝડપાયો, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ
    Next Article
    અમદાવાદમાં GUJPEDICRITICON 2.0 કોન્ફરન્સ:250થી વધુ બાળરોગ નિષ્ણાતો હાજર રહ્યા, 34 રિસર્ચ પેપર્સ રજૂ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment