Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ LCBએ રાધનપુરમાંથી ત્રણ ચોરાઉ મોબાઇલ સાથે આરોપી પકડ્યો:વાવના શખ્સ પાસેથી ₹ 70,000ના મોબાઇલ કબજે કર્યા; વીર સાવરકર કોમ્પ્લેક્સ,થરાદની દુકાનોમાંથી ચોર્યાની કબૂલાત કરી

    6 hours ago

    પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે રાધનપુરમાંથી 3 ચોરાઉ મોબાઇલ સાથે 1 આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના કુલ ₹ 70,000ની કિંમતના મોબાઇલ કબજે કર્યા છે. પોલીસની પૂછપરછમાં રાધનપુર, ભાભર અને થરાદમાં થયેલી 3 મોબાઇલ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલાયો છે. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરાઈ પાટણ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વાવ તાલુકાના વેજીયાવાસમાં રહેતા કાનજી ઉર્ફે કાના ભાટીને રાધનપુરમાંથી પકડી પાડ્યો હતો અને તેની પાસેથી 3 મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. રાધનપુર અને ભાભરની દુકાનોમાંથી ચોરીની કબૂલાત પોલીસ પૂછપરછમાં આરોપીએ આશરે 20 દિવસ પહેલાં રાધનપુરના વીર સાવરકર કોમ્પ્લેક્સમાં આવેલી જય અંબે મોબાઇલ દુકાનમાંથી ₹ 45,000નો ઓપ્પો મોબાઇલ ચોર્યો હોવાનું જણાવ્યું હતું, જે અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ ઉપરાંત તેણે આશરે 18 દિવસ પહેલાં ભાભરના તિરુપતિ માર્કેટમાં આવેલી ઓમ મોબાઇલ દુકાનમાંથી ₹ 20,000નો ઓપ્પો મોબાઇલ ચોર્યો હોવાનું પણ કબૂલ્યું હતું, જે અંગે ભાભર પોલીસ સ્ટેશનમાં ઇ-એફઆઇઆર નોંધાઈ છે. થરાદની દુકાનમાંથી ₹ 5,000નો મોબાઇલ ચોર્યો હતો આરોપીની વધુ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે આશરે 10 દિવસ પહેલાં થરાદમાં હનુમાન ગોલાઇ પાસે આવેલી ઓનલાઇન મોબાઇલ દુકાનમાંથી ₹ 5,000નો વીવો મોબાઇલ ચોર્યો હતો. હાલ પાટણ પોલીસે ત્રણેય ચોરીના ગુના ઉકેલીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે:લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહીં, સૌથી ઓછું તાપમાન વડોદરામાં નોંધાયું
    Next Article
    લાભ પાંચમે પાટણમાં વેપારીઓએ ધંધા ફરી શરૂ કર્યા:લગ્નસરાની ખરીદીથી બજારોમાં ગ્રાહકોની અવરજવર, વેપારીઓને નવા વર્ષમાં સારા વેપારની આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment