Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાભ પાંચમે પાટણમાં વેપારીઓએ ધંધા ફરી શરૂ કર્યા:લગ્નસરાની ખરીદીથી બજારોમાં ગ્રાહકોની અવરજવર, વેપારીઓને નવા વર્ષમાં સારા વેપારની આશા

    6 घंटे पहले

    પાટણ શહેર સહિત જિલ્લામાં નૂતન વર્ષની ઉજવણી બાદ શનિવારે લાભ પાંચમે વેપારીઓએ પૂજા-અર્ચના કરીને ધંધા ફરી શરૂ કર્યા હતા. લગ્નસરાની સીઝન શરૂ થતાં પહેલા બજારોમાં ગ્રાહકોની અવરજવર રહી હતી. વેપારીઓને નવું વર્ષ વેપાર માટે સારું રહેવાની આશા છે. વર્ષોની પરંપરા મુજબ પાટણના વેપારીઓ નૂતન વર્ષના દિવસે મુહૂર્ત કર્યા પછી પાંચ દિવસ દુકાનો બંધ રાખે છે અને પરિવાર સાથે તહેવાર ઉજવે છે. પાંચ દિવસના વિરામ બાદ શનિવારે લાભ પાંચમના મુહૂર્તમાં તેમણે દુકાનો અને પેઢીઓ ખોલી હતી. લગ્નસરાની સીઝન હોવાથી ઘણા વેપારીઓએ બેસતા વર્ષ પછી પણ ધંધા ચાલુ રાખ્યા હતા. જિલ્લાના બજારોમાં કાપડ, જ્વેલર્સ અને લગ્નને લગતી ચીજવસ્તુઓની દુકાનો તહેવારો દરમિયાન પણ ખુલ્લી રહી હતી. વેપારીઓના અંદાજ કરતાં વધુ ઘરાકી નીકળી હતી. તેમના જણાવ્યા મુજબ, આ વર્ષે દિવાળીમાં વેપાર સારો રહ્યો છે અને નવા વર્ષમાં પણ લગ્નસરાની ખરીદી ચાલુ રહેવાની આશા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ LCBએ રાધનપુરમાંથી ત્રણ ચોરાઉ મોબાઇલ સાથે આરોપી પકડ્યો:વાવના શખ્સ પાસેથી ₹ 70,000ના મોબાઇલ કબજે કર્યા; વીર સાવરકર કોમ્પ્લેક્સ,થરાદની દુકાનોમાંથી ચોર્યાની કબૂલાત કરી
    Next Article
    છઠ પૂજાનું મહાપર્વ, સુરત-અમદાવાદમાં નદી કિનારે ઘાટ તૈયાર:15 નવેમ્બરે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય, સુરતમાં 22 સ્થળે 5 લાખ શ્રદ્ધાળુ ઉમટશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment