Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ફ્રોડનો આરોપી પાટણથી ઝડપાયો:LCB એ હિંમતનગર B-ડિવિઝન કેસમાં ફરાર જયરામ ઠક્કરને પકડ્યો

    13 hours ago

    સાબરકાંઠા LCB એ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર આરોપીને પાટણથી ઝડપી પાડ્યો છે. આરોપીને બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવતા, SOG એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાએ આપેલી માહિતી મુજબ, LCB ટીમના જશુભાઈ અને જયદેવસિંહને બાતમી મળી હતી. આ બાતમીના આધારે, હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી જયરામભાઈ ઉર્ફે ભુવાજી દિનેશભાઈ ઠક્કર (ઉંમર ૩૮) પાટણ ખાતે તેના ઘરે હાજર હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતી મળતા જ LCB ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જયરામભાઈ ઉર્ફે ભુવાજી દિનેશભાઈ ઠક્કરને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને આગળની કાર્યવાહી માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં હવે SOG દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે તણાવ વધ્યો:અય્યરના પત્રનો થરૂરે જવાબ આપ્યો, કહ્યું- મારી દેશભક્તિ પર સવાલ ઉઠાવવો ખોટો; અય્યરે લખ્યું હતું- તમે મોદીની કૃપા ઈચ્છો છો
    Next Article
    બનાસકાંઠાના 126 તળાવો 'કુદરતી' જાહેર:વડગામ-પાલનપુરમાં નર્મદાના નીર આવશે, જળસંકટનો કાયમી ઉકેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment