Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે પોતાની તસવીર શેર કરીને લખ્યું- તોફાન આવવાનું છે:ઈરાને કહ્યું- અમેરિકી નાકાબંધી નિષ્ફળ જશે; ક્રૂડ ઓઈલના એક બેરલના ભાવ 126 ડોલર થયા

    1 day ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. તેને ઈરાન માટે ધમકી માનવામાં આવી રહી છે. આ તસવીર પર લખ્યું છે કે તોફાન આવવાનું છે અને જે આવવાનું છે તેને કોઈ રોકી શકતું નથી. બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાને કહ્યું કે અમેરિકાની દરિયાઈ નાકાબંધી સફળ થશે નહીં. ઈરાની બંદરોને રોકવાનો કોઈપણ પ્રયાસ આખરે નિષ્ફળ જ જશે. તેમણે 'નેશનલ પર્શિયન ગલ્ફ ડે' ના અવસર પર કહ્યું કે આ પ્રકારની નાકાબંધી આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે અને તેનાથી વિશ્વની શાંતિ પર પણ અસર પડે છે. બીજી બાજુ, મિડલ ઈસ્ટમાં યુદ્ધની વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમત 126 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે. અહેવાલો મુજબ બ્રન્ટ ક્રૂડ અંદાજે 126.31 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું, જે માર્ચ 2022 પછીનું સૌથી ઊંચું સ્તર છે. હાલમાં તે અંદાજે 123 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. યુદ્ધમાં અમેરિકાનો $25 અબજનો ખર્ચ: અમેરિકા ઈરાન યુદ્ધ પર છેલ્લા 2 મહિનામાં અત્યાર સુધીમાં 25 અબજ ડોલર ખર્ચ કરી ચૂક્યું છે. અમેરિકાએ પ્રથમ વખત યુદ્ધમાં થયેલા ખર્ચની માહિતી આપી છે. 2. ટ્રમ્પે રાઈફલ સાથે ફોટો શેર કર્યો: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાઈફલ સાથે ફોટો પોસ્ટ કરીને ઈરાનને ચેતવણી આપી છે. ફોટો પર લખ્યું હતું- 'નો મોર મિસ્ટર નાઈસ ગાય' (હવે હું નરમાશ નહીં રાખું). 3. ઈરાને UNમાં અમેરિકાની ફરિયાદ કરી: ઈરાને સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ કરીને અમેરિકા પર જહાજ જપ્ત કરવાનો અને 38 લાખ બેરલ ઓઈલ પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે. 4. લેબનોનમાં 12 લાખ લોકો પર ભૂખમરો તોળાયો: UN સાથે જોડાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ, વિસ્થાપન અને આર્થિક દબાણને કારણે લેબનોનમાં 12 લાખથી વધુ લોકો ખાદ્ય સંકટનો સામનો કરી શકે છે. 5. ભારત-ઈરાન વિદેશ મંત્રીઓની ફોન પર વાતચીત: વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ યુદ્ધવિરામ, દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક પરિસ્થિતિ પર ફોન પર ચર્ચા કરી હતી. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    રણવીર સિંહ 'ડોન 3'માં ગાળો અને હિંસા ઇચ્છતો હતો:ફરહાન અખ્તર 'ડોન'ની ગરિમા જાળવી રાખવા ટસનો મસ ન થયો, ઉગ્ર દલીલ થતાં 'ધુરંધર' એક્ટરે ફિલ્મ છોડી
    Next Article
    યુપી અને બિહારમાં વાવાઝોડા-વરસાદથી 18નાં મોત:બાંદામાં સતત ત્રીજા દિવસે પારો 45°C પાર; રાજસ્થાન-દિલ્હીમાં અડધો દિવસ લૂ, અડધો દિવસ વરસાદ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment