Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેર જગ્યાએ વિદેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો:મફતનગરમાં LCBએ દરોડો પાડી 80 બોટલ સાથે ₹10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

    7 hours ago

    ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા મફતનગર પાસે સરાજાહેર વિદેશી દારૂનો વેપલો કરી રહેલા એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઝડપી લીધો છે. પોલીસે દરોડા દરમિયાન આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની 80 બોટલ જપ્ત કરી ₹10,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપી સામે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. બાતમીના આધારે દરોડો પાડી આરોપીને રંગેહાથ ઝડપ્યો ભાવનગર એલસીબીની ટીમ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે સુભાષનગરના પ્રધાનમંત્રી આવાસમાં રહેતો બ્રિજરાજસિંહ ડોડીયા સરાજાહેર દારૂનું વેચાણ કરી રહ્યો છે. જે હકીકત આધારે ટીમે મફતનગર સ્થિત બાપસીતારામ જનરલ સ્ટોર નજીક દરોડો પાડીને 21 વર્ષીય બ્રિજરાજસિંહ ધીરેન્દ્રસિંહ ડોડીયાની ધરપકડ કરી હતી. 80 બોટલ દારૂ જપ્ત, ઘોઘારોડ પોલીસે તપાસ શરૂ કરી પોલીસે આરોપીની તલાશી લેતાં તેના કબ્જામાંથી 180 એમ.એલ.ની વિદેશી દારૂની કુલ 80 નંગ બોટલો (કિંમત ₹10,000) મળી આવી હતી. એલસીબીએ તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે, જેના આધારે પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે મતદાન:1 વાગ્યા સુધીમાં સરેરાશ 32% મતદાન; સૌથી ઓછું વોર્ડ 10માં 26.26% તો સૌથી વધુ વોર્ડ 4માં 42.20% મતદાન
    Next Article
    શારદીય નવરાત્રિના પ્રારંભ સાથે શહેરના મંદિરોમાં ભક્તોની ભીડ:વિવિધ સ્થળોએ ઘટ સ્થાપન કરાયું, નવ દિવસ સુધી ગરબાની રમઝટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment