Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શારદીય નવરાત્રિના પ્રારંભ સાથે શહેરના મંદિરોમાં ભક્તોની ભીડ:વિવિધ સ્થળોએ ઘટ સ્થાપન કરાયું, નવ દિવસ સુધી ગરબાની રમઝટ

    7 hours ago

    આજથી પવિત્ર શારદીય નવરાત્રિનો માંગલિક આરંભ થઈ ચૂક્યો છે, અને તેની સાથે જ સમગ્ર ગુજરાતમાં આસ્થા અને ઉત્સાહનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે. સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાં નવરાત્રિના પ્રથમ દિવસથી જ ભારે ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણ છવાયું છે. શહેરના ખૂણે-ખૂણે આવેલા માતાજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. નવ દિવસ સુધી લોકો માં જગદંબાની આરાધનામાં લીન બની જશે. ઐતિહાસિક મંદિરે દર્શનાર્થીઓની ભીડ ખાસ કરીને ઐતિહાસિક માંડવી વિસ્તારમાં બિરાજમાન મા અંબાના મંદિરે સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. આ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. નવરાત્રિ દરમિયાન અહીંની પોળમાં રહેતા લોકો તેમજ વેપારીઓ દ્વારા ગરબા કરવામાં આવે છે આ સ્થળે માત્ર પુરુષો જ ગરબા કરે છે જે જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. શુભ મુહૂર્તમાં ઘટસ્થાપના કરવામાં આવી નવરાત્રિના આ પવિત્ર અવસર પર વડોદરાના ઘર-ઘરમાં અને વિવિધ સાર્વજનિક સ્થળોએ શુભ મુહૂર્તમાં ઘટસ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ મા અંબાની સ્થાપના કરી નવ દિવસીય અનુષ્ઠાનોનો પ્રારંભ કરાયો છે. માઈ ભક્તો આ નવ દિવસો દરમિયાન વિવિધ પ્રકારના ઉપવાસ, જાપ, પૂજા-પાઠ અને અનુષ્ઠાન દ્વારા માતાજીની આરાધનામાં લીન રહે છે. યુવા ધન ગરબામાં હિલોળે ચઢશે આ તહેવાર માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે યુવાધન પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબે ઘૂમે છે અને જગદંબાની આરાધના કરે છે. વડોદરાના વિવિધ ગ્રાઉન્ડ્સ અને ક્લબ્સમાં ખેલૈયાઓની રમઝટ જામવાની શરૂ થઈ ગઈ છે. આમ આગામી નવ દિવસો સુધી સમગ્ર વડોદરા શહેર માઈ ભક્તિના રંગે રંગાઈને ભક્તિમય બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    જાહેર જગ્યાએ વિદેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો:મફતનગરમાં LCBએ દરોડો પાડી 80 બોટલ સાથે ₹10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    ગુજરાતનો 'અમિતાભ' ઓરિજિનલ 'બિગ બી'ના બર્થ ડે સેલિબ્રેશનમાં પહોંચ્યો:‘જલસા’ની બહાર ચાહકોની ભીડ; કેક વહેંચીને મનાવ્યો જશ્ન, ઢોલ-નગારા પર કર્યો ડાન્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment