Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે મતદાન:1 વાગ્યા સુધીમાં સરેરાશ 32% મતદાન; સૌથી ઓછું વોર્ડ 10માં 26.26% તો સૌથી વધુ વોર્ડ 4માં 42.20% મતદાન

    14 hours ago

    ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે આજે (11 ઓક્ટોબર) સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ ચૂંટણીમાં કુલ 2,59,780 મતદારો (1,32,457 પુરુષ અને 1,27,314 મહિલા)નો સમાવેશ થાય છે , જેઓ ચૂંટણી મેદાનમાં ઉતરેલા 130 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. બપોરના 1 વાગ્યા સુધીના સમયગાળામાં મતદાન પ્રક્રિયા ધીમી ગતિએ આગળ વધી છે, જેમાં કુલ મળીને સરેરાશ 31.90 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આજે સવારના સમયે મતદારોમાં ઉત્સાહ મર્યાદિત જોવા મળ્યો હતો, જેમાં પુરુષ મતદારોની મતદાન ટકાવારી 35.47 ટકા રહી છે, જ્યારે મહિલા મતદારોની ટકાવારી 28.19 ટકા નોંધાઈ છે. વિગતવાર આંકડાઓ પર નજર કરીએ તો, વોર્ડ નંબર 4માં સૌથી વધુ 42.20 ટકા મતદાન નોંધાયું છે, જ્યાં 10,963 પુરુષ અને 10,193 મહિલા મતદારોમાંથી કુલ 8,927 મતદારોએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત, વોર્ડ નંબર 1માં પણ 44.16 ટકા સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ વોર્ડ નંબર 10માં સૌથી ઓછું 26.26 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે વોર્ડ નંબર 09માં 26.90 ટકા મતદાન થયું છે. અન્ય વોર્ડની વાત કરીએ તો વોર્ડ 2માં 37.35 ટકા, વોર્ડ 3માં 35.03 ટકા, વોર્ડ 5માં 28.92 ટકા, વોર્ડ 6માં 31.81 ટકા, વોર્ડ 7માં 38.22 ટકા, વોર્ડ 8માં 30.63 ટકા અને વોર્ડ 11માં 33.74 ટકા મતદાન નોંધાયું છે. બપોરના 1 વાગ્યા સુધીના આ આંકડાઓ જોતાં આગામી કલાકોમાં મતદાનની ગતિ વધે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. શાંતિપૂર્ણ રીતે ચાલતા મતદાન વચ્ચે વાવોલ કુબેનગરની એમ. બી. પટેલ સ્કૂલ બહાર ભાજપ પક્ષની છત્રીઓ મૂકવા બાબતે માહોલ ગરમાયો હતો. વોર્ડ 7 કુબેરનગર મતદાન મથકની બહાર ભાજપ અને કોંગ્રેસ સામેસામે આવી જતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસનો કાફલો દોડતો થયો હતો. ભાજપ પક્ષની છત્રીઓ મુકી આચાર સહિતાનો ભંગ કરવામાં આવ્યો. વોર્ડ નંબર 6માં 168 નંબરના બૂથમાં ઇવીએમ મશીનની ડિસ્પ્લે બંધ થઈ અડધી કલાકથી મતદાન અટક્યું. આજે મનપાની ચૂંટણી પ્રક્રિયામાં નાગરિકોને કોઈ અસુવિધા ન પડે અને તેમની રજૂઆતોનું ત્વરિત નિવારણ થાય તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવાયો છે. આજે મતદાનના દિવસે તેમજ 13 ઓક્ટોબરે મતગણતરીના દિવસે આ કંટ્રોલરૂમ ધમધમતો રહેશે. ચૂંટણી સંબંધિત કોઈપણ માહિતી કે રજૂઆત માટે નાગરિકો કંટ્રોલ રૂમ નંબર 07923259035 પર સંપર્ક કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    How the Greatest Empire on Earth Fell So Quickly | Fall of Britain
    Next Article
    જાહેર જગ્યાએ વિદેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો:મફતનગરમાં LCBએ દરોડો પાડી 80 બોટલ સાથે ₹10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment