Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના રૂપાલમાં LCBનો દરોડો:મુખ્ય સંચાલક સહિત 8 જુગારી ઝડપાયા, રૂ. 11.45 લાખનો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ ગામમાં ચાલી રહેલા જુગારધામ પર LCBએ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 8 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી કુલ ₹11,45,410નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે મુખ્ય જુગાર સંચાલક સહિત તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા LCB ટીમના જિગ્નેશકુમાર અને કીર્તિસિંહને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. LCBની ટીમે રૂપાલ ગામમાં જૈન દેરાસર પાસે આવેલા એક બંધ મકાનમાં રેડ પાડી હતી, જ્યાં આઠ ઈસમો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ઘટનાસ્થળેથી પોલીસે અંગઝડતી અને દાવ પરથી રોકડા ₹40,410, આશરે ₹55,000ની કિંમતના 8 મોબાઈલ ફોન, 15 નંગ ગંજીપાના કેટ અને 52 છૂટા પાના જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, જુગારીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા આશરે ₹10,50,000ની કિંમતના ત્રણ ફોર-વ્હીલર અને એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવ્યા હતા. કુલ ₹11,45,410નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ આરોપીઓ વિરુદ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે તેમને મુદ્દામાલ સાથે ગાંભોઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય જુગાર સંચાલક જીતેન્દ્ર જયંતિ ઓડ (રહે. રૂપાલ, જૈન દેરાસર મંદિર પાસે, તા. હિંમતનગર)નો સમાવેશ થાય છે. અન્ય પકડાયેલા આરોપીઓમાં કિશોરકુમાર ભેરુભાઈ ઓડ (રહે. ચાંદરણી ભાટીવાસ, તા. હિંમતનગર), અલ્લાઉદ્દીન જાનુ મનસુરી (રહે. ચાંદરણી દરજીવાસ, તા. હિંમતનગર), સંજયકુમાર રાજુ ભોઈ (રહે. રૂપાલ ભોઈવાસ, તા. હિંમતનગર), અમરત મગન પ્રજાપતિ (રહે. ગાંભોઈ બ્રહ્માણીનગર, તા. હિંમતનગર), જીતેન્દ્રકુમાર વિનુ પટેલ (રહે. ચાંદરણી પટેલવાસ, તા. હિંમતનગર), ઉત્તમ વિષ્ણુ ઓડ (રહે. રૂપાલ ખોડીયાર માતાના મંદિર પાસે, તા. હિંમતનગર) અને રીતેનસિંહ શેતાનસિંહ ભાટી (રહે. ચાંદરણી ભાટીવાસ, તા. હિંમતનગર) નો સમાવશે થાય છે.
    Click here to Read More
    Previous Article
    સિયાએ કેતન પાસેથી ₹1 કરોડ લઈને ચેતનને આપ્યા:કેબ ડ્રાઈવરનો દાવો- સિયા બાલી જવા માંગતી ન હતી, પાસપોર્ટ ગાયબ કર્યો
    Next Article
    મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી:8 સમિતિઓની રચના, 765 કે.વી. વીજ લાઈન વળતર ઠરાવ પસાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment