Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી:8 સમિતિઓની રચના, 765 કે.વી. વીજ લાઈન વળતર ઠરાવ પસાર

    1 day ago

    મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ 8 સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સભામાં ખેડૂતોને અસર કરતી 765 કે.વી. વીજ લાઈનના વળતર મુદ્દે એક મહત્વપૂર્ણ ઠરાવ પણ સર્વાનુમતે પસાર કરાયો હતો. સભાની શરૂઆતમાં અગાઉની બેઠકની કાર્યવાહી નોંધ અને ઠરાવોના અમલવારી અહેવાલને મંજૂરી અપાઈ હતી. ગુજરાત પંચાયત અધિનિયમ-1993 હેઠળ જિલ્લા પંચાયતની કામગીરી સુચારુ રીતે ચાલે તે માટે કારોબારી, શિક્ષણ, સામાજિક ન્યાય, જાહેર આરોગ્ય, જાહેર બાંધકામ, ઉત્પાદન-સહકાર અને સિંચાઈ, મહિલા અને બાળ વિકાસ તથા યુવાપ્રવૃત્તિ તેમજ અપીલ સહિત કુલ 8 સમિતિઓની રચના કરવામાં આવી હતી. સભા દરમિયાન ખેડૂતોના હિતના અન્ય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં આઈ-ખેડૂત પોર્ટલ ડિસેમ્બરમાં શરૂ કરવા અથવા વર્ક ઓર્ડરની સમયમર્યાદા ઓક્ટોબર-નવેમ્બર સુધી વધારવા, તળાવ અને ચેકડેમના કામો ચોમાસા પહેલાં શરૂ કરવા તેમજ લાંબા સમયથી તૂટેલા મચ્છુ નદીના કોઝવેના નિર્માણ અંગે રજૂઆતોનો સમાવેશ થાય છે. સભામાં 765 કે.વી. વીજ લાઈનના વળતર મુદ્દે સૌથી વધુ ચર્ચા થઈ હતી. શરૂઆતમાં કોંગ્રેસના સભ્યોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા અને સાંસદે ખેડૂતોના હિતમાં પ્રસ્તાવને ટેકો આપતા ભાજપના તમામ સભ્યોએ પણ સમર્થન જાહેર કર્યું હતું. પરિણામે, 765 કે.વી. વીજ લાઈનના વળતર મુદ્દે રાજ્ય સરકારને રજૂઆત કરવા માટેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. જિલ્લા પંચાયતની આ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો, વિકાસલક્ષી મુદ્દાઓ અને વિવિધ સમિતિઓની રચનાને મહત્વ અપાયું હતું.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના રૂપાલમાં LCBનો દરોડો:મુખ્ય સંચાલક સહિત 8 જુગારી ઝડપાયા, રૂ. 11.45 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ​વરસાદ ખેંચાતા ખેતરોના પાક સુકાવાની ભીતિ:15-20 ગામને દુષ્કાળથી બચાવવા ખેડૂતો મેદાને, સાબલી ડેમમાં સૌની યોજનાનું પાણી છોડવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment