Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં ભાજપ સંગઠને પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કર્યું:'બોલ માડી જય જય અંબે'ના નાદ સાથે સ્વચ્છતા અભિયાન શરૂ, 15 થી 20 સપ્ટેમ્બર સુધી સેવા અપાશે

    6 hours ago

    વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મહાકુંભને હવે ગણતરીના દિવસો બાકી છે. મા અંબાના દર્શન માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ભક્તોના સંઘો પગપાળા અંબાજી તરફ નીકળી રહ્યા છે. પંચમહાલ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા, સંતરામપુર અને દાહોદ સહિતના વિસ્તારોમાંથી આવતા પદયાત્રીઓ મોડાસા શહેરમાંથી પસાર થાય છે. આ પદયાત્રીઓની સેવા માટે અરવલ્લી જિલ્લા ભાજપ અને મોડાસા શહેર સંગઠન છેલ્લા સાત વર્ષથી સતત સેવા આપે છે. આ વર્ષે પણ તેમણે સેવા વિસામાનું આયોજન કર્યું છે. માલપુર રોડ પર સ્વાગત-2ની બાજુમાં આવેલા વિસામા સ્થળે સાફ-સફાઈ અભિયાન કરવામાં આવ્યું. જિલ્લા અને તાલુકા સંગઠનના પ્રમુખ, કાર્યકર્તાઓ અને નગરપાલિકાના કાઉન્સિલરો એકઠા થયા હતા. તેમણે ‘બોલ માડી... જય જય અંબે’ના જયઘોષ સાથે વિસામા સ્થળની સફાઈ કરી સેવાની તૈયારીઓ શરૂ કરી. આ સેવા કેમ્પ 15 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. અહીં પદયાત્રીઓ માટે ચા-પાણી, નાસ્તો, મેડિકલ સેવા, મોબાઈલ ચાર્જિંગ અને સૂવાની વ્યવસ્થા સહિતની સુવિધાઓ મળશે. ભાજપના કાર્યકરો હવે ભક્તિના રંગે રંગાઈને મા અંબાના ભક્તોની સેવામાં જોડાવા તૈયાર છે. પદયાત્રીઓના પગ ભલે થાકે, પણ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન અને મોડાસા શહેર સંગઠનનો સેવાનો આ સંકલ્પ નહીં થાકે.
    Click here to Read More
    Previous Article
    મોરબી ને.હા. પર અજાણ્યો શખસ બાંકડો મૂકી સૂઈ ગયો:લાલપર પાસે ટ્રાફિકજામ થયો, નશામાં હોવાની આશંકા; 20 મિનિટ સુધી રસ્તો બંધ રહ્યો
    Next Article
    बिजनौर में गुलदार का 1 और शिकार, भारी भीड़ मौके पर जमा, उड़ाया जा रहा है ड्रोन

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment