Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજની વાઈબલ હોસ્પિટલમાં AC બ્લાસ્ટ બાદ ભીષણ આગ:2 દર્દીઓનું રેસ્કયૂ, ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી, સદનસીબે જાનહાનિ નહીં

    1 day ago

    કચ્છમાં તીવ્ર ગરમીની વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તે દરમિયાન કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલી વાઇબલ હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલ રોડ પર આવેલી આ હોસ્પિટલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ હોસ્પિટલના AC (એર કંડિશનર)માં બ્લાસ્ટ થવાના કારણે લાગી હતી. ઘટના સમયે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 દર્દીઓને તાત્કાલિક અને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હોસ્પિટલના મેડિકલ સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ​વરસાદ ખેંચાતા ખેતરોના પાક સુકાવાની ભીતિ:15-20 ગામને દુષ્કાળથી બચાવવા ખેડૂતો મેદાને, સાબલી ડેમમાં સૌની યોજનાનું પાણી છોડવા માગ
    Next Article
    પાટણમાં જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાઈ:ગણેશ આશ્રમથી નીકળી, જગદીશ મંદિરે પહોંચી; વૈદિક મંત્રોચ્ચાર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment