Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાઈ:ગણેશ આશ્રમથી નીકળી, જગદીશ મંદિરે પહોંચી; વૈદિક મંત્રોચ્ચાર કરાયા

    22 hours ago

    પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થયો છે. આ અંતર્ગત સોમવારે આનંદ સરોવર નજીક આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભક્તિમય માહોલમાં ભવ્ય જળયાત્રા નીકળી હતી. આ યાત્રા વિવિધ માર્ગો પર ફરીને જગદીશ મંદિર પહોંચી હતી. જળયાત્રા ગણેશ આશ્રમથી પ્રસ્થાન કરીને સુભાષચોક, જૂનાગંજ બજાર, હિંગળાચાચર, ઘીવટા નાકેથી બહુચર માતા મંદિર થઈ જગદીશ મંદિર પહોંચી હતી. મંદિર ખાતે પહોંચતા જ ઉપસ્થિત ભક્તોએ 'જય રણછોડ માખણ ચોર'ના નાદ સાથે તેનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિતના ધર્મપ્રેમી નગરજનોએ જળયાત્રાના પવિત્ર પંચામૃત જળથી ભગવાનનો મહાઅભિષેક કર્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રાહ્મણો દ્વારા વેદમંત્રોના ઉચ્ચારણ સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને આંખે પાટા બાંધી નેત્રોત્સવ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જગદીશ મંદિરના પૂજારી કનુભાઈ મહારાજે જણાવ્યું હતું કે,"પાટણ શહેરની જનતાના કલ્યાણ હેતુથી આ વર્ષે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરાયું હતું. ગણેશ આશ્રમમાંથી 51 કુંવારી બહેનો દ્વારા કળશ લાવીને 108 કળશ વડે ભગવાનનો જલાભિષેક કરવામાં આવ્યો હતો અને ભગવાનને ગજવસ્ત્ર પહેરાવવામાં આવ્યું હતું." પૂજારી મહારાજે વધુમાં જણાવ્યું કે,"ભગવાન હવેથી ૧૫ દિવસ માટે આરામમાં જશે અને આ સમયગાળા દરમિયાન મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ રહેશે. ભગવાનની આંખોની તબિયત બગડી હોવાથી આ 15 દિવસ દરમિયાન મધ, ચરણામૃત, આદુનું પાણી, લીંબુનું પાણી, જાંબુનું પાણી અને વિવિધ ઔષધિઓ દ્વારા તેમની સારવાર કરવામાં આવશે. 15 દિવસ પછી ભગવાનના દર્શન નીજ મંદિરમાં પુનઃ શરૂ કરવામાં આવશે." પાટણ અને મહેસાણાના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જુદી જુદી ઔષધિઓ, વનસ્પતિઓ, ગુલાબજળ, અત્તર, કેસરવાળું પાણી, જાંબુવાળું પાણી, ગંગાજળ અને ગૌમૂત્ર સહિતના પવિત્ર જળના 108 કળશો દ્વારા ભગવાનનો મહાઅભિષેક સંપન્ન કરાયો હતો. જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટીઓએ નગરજનોને રથયાત્રા પૂર્વેના વિવિધ ધાર્મિક ઉત્સવોમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભુજની વાઈબલ હોસ્પિટલમાં AC બ્લાસ્ટ બાદ ભીષણ આગ:2 દર્દીઓનું રેસ્કયૂ, ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી, સદનસીબે જાનહાનિ નહીં
    Next Article
    વડસાવિત્રી વ્રતની ઉજવણી:પતિના દિર્ઘાયુષ્ય માટે ઉપવાસ, મોટી સંખ્યામાં બહેનોએ વડની પ્રદક્ષિણા કરી મંગલકામના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment