Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર LCBએ 8 ગુના આચરનાર ગેંગ ઝડપી:મધ્યપ્રદેશની કડિયા ગેંગની બે મહિલા આરોપી પકડાઈ

    3 days ago

    સુરેન્દ્રનગર LCBએ બેંક ઓફ બરોડા બહારથી રૂપિયા 3 લાખની ચોરી કરનાર મધ્યપ્રદેશની કડિયા ગેંગની બે મહિલા આરોપીઓને ઝડપી પાડી છે. આ મહિલાઓએ આધેડની નજર ચૂકવી રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થઈ ગઈ હતી. પોલીસે મહારાષ્ટ્રના ધૂળે ખાતેથી આ બંને મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને શોધી કાઢી હતી. આ ગેંગ બેંક અને ભીડવાળી જગ્યાએ રેકી કરીને લોકોના રૂપિયાની ઉઠાંતરી કરતી હતી અને ગણતરીની મિનિટોમાં ફરાર થઈ જતી હતી. ઝડપાયેલી મહિલાઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મહિલાઓ દિલ્હી, મધ્યપ્રદેશ, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પાંચ ગુનાઓમાં સંડોવાયેલી છે. ગુજરાતમાં પણ તેમણે બાલાસિનોર, ખંભાત, ધોળકા, કડી, મહેસાણા, નડિયાદ અને સુરેન્દ્રનગરમાં કુલ આઠ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. ઝડપાયેલી મહિલા આરોપીઓના નામ લલિતાબેન સાકા ભારત સિસોદિયા અને બબલી પ્રતાપ માતાદી સિસોદિયા છે.
    Click here to Read More
    Previous Article
    રામેશ્વરકંપામાં રામદેવ ભક્તિ માનસ કથાનો પ્રારંભ:મોડાસા તાલુકામાં 25 એપ્રિલથી કથાનું આયોજન
    Next Article
    અરવલ્લી રેડક્રોસે મોડાસામાં જલધારા પ્રોજેક્ટ શરૂ કર્યો:ઉનાળાની ગરમીમાં લોકોને ઠંડુ પાણી પૂરું પાડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment