Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી રેડક્રોસે મોડાસામાં જલધારા પ્રોજેક્ટ શરૂ કર્યો:ઉનાળાની ગરમીમાં લોકોને ઠંડુ પાણી પૂરું પાડશે

    3 days ago

    ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અરવલ્લી જિલ્લા શાખા, મોડાસા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા માટે 'જલધારા પ્રોજેક્ટ' હેઠળ ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. આ સેવા મોડાસા શહેરમાં ત્રણ જુદા જુદા સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં 'જલધારા પ્રોજેક્ટ' અંતર્ગત ઠંડા પાણીની પરબ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગરમીના પ્રકોપ સામે માનવરક્ષણ કરવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, મોડાસા શહેરમાં ત્રણ મુખ્ય સ્થળોએ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. તેમાં ઉમિયા મંદિર (મેઘરજ રોડ), મોડાસા ચાર રસ્તા અને રેડક્રોસ કાર્યાલયનો સમાવેશ થાય છે. આ સ્થળોએ લોકોને પીવા માટે ઠંડુ પાણી મળશે. આ પ્રસંગે મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસાના ચેરમેન વનિતાબેન આર. પટેલ, મંત્રી રાકેશભાઈ જોષી, કોષાધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ અને સભ્ય મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જલારામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પારેખ, ઉમિયા મંદિરના પ્રમુખ દિનેશભાઈ પટેલ, સામાજિક કાર્યકર નિલેષભાઈ જોષી, જયેન્દ્રભાઈ પંડ્યા, જાયન્ટ્સ ગ્રૂપ મોડાસાના પ્રમુખ અમરિશભાઈ પંડ્યા, પ્રવીણભાઈ પરમાર (ઝોન પ્રમુખ) અને સહિયર ગ્રૂપના હર્ષિદાબેન તથા મંજુબેન પટેલ સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અરવલ્લી દ્વારા આ પ્રોજેક્ટને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર LCBએ 8 ગુના આચરનાર ગેંગ ઝડપી:મધ્યપ્રદેશની કડિયા ગેંગની બે મહિલા આરોપી પકડાઈ
    Next Article
    મનપાની ચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસને ઝટકો:વોર્ડ-6ના મહિલા ઉમેદવાર ઈન્દુબેન પરમારે ફોર્મ પરત ખેંચ્યું, ભાજપે મને 30 લાખ સુધીની ઓફર કરી: દર્શના જોશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment