Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ LCBએ બંધ પેટ્રોલ પંપ પાસેથી 7 લાખની બીયર પકડી:ઓય કુચુ પુચુ લખેલા ટ્રકમાંથી 4,920 ટીન બીયર મળી, એક બુટલેગર ઝડપાયો, 3 વોન્ટેડ

    6 hours ago

    ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) પાલેજ નજીક કાર્યવાહી કરી. નેશનલ હાઈવે-48 પર પાલેજથી ભરૂચ તરફના માર્ગે એક બંધ ભારત પેટ્રોલ પંપ પાસે એક ટ્રક શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલો હતો. LCB ટીમે ટ્રકની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ટીન બીયરનો જથ્થો મળ્યો. LCB ટીમે દરોડા પાડીને 205 બોક્સમાં ભરેલી કુલ 4,920 ટીન બીયર જપ્ત કરી. આ બીયરની કિંમત 7,08,480 રૂપિયા છે. પોલીસે એક મોબાઈલ ફોન અને ટાટા LPT ટ્રક પણ જપ્ત કર્યો. કુલ 19,28,480 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે ઘટનાસ્થળેથી હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના નિરમંડ તાલુકાના હેમચંદ શ્યામલાલ તોતુરામ કૌશલ નામના વ્યક્તિને પકડ્યો. આ ગુનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. ભરૂચ LCB પીઆઈ એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.વી. શિયાળીયાની ટીમે આ કાર્યવાહી કરી હતી. પાલેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સ્મિમેર હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની અદભુત સફળતા:જન્મ સમયે 990 ગ્રામ વજન ધરાવતા નવજાતને શ્વાસની તકલીફની ગંભીર સ્થિતિમાંથી ઉગારી 1.63 કિલો વજન સાથે રજા અપાઈ
    Next Article
    ગીફ્ટ સિટી નજીક સાબરમતી નદીમાં એક યુવક પાણીમાં ગરકાવ:શાહપુર બ્રિજ નીચે નદીમાં ન્હાવા પડેલા 3 યુવકો ડૂબ્યા, બેનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment