Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્મિમેર હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની અદભુત સફળતા:જન્મ સમયે 990 ગ્રામ વજન ધરાવતા નવજાતને શ્વાસની તકલીફની ગંભીર સ્થિતિમાંથી ઉગારી 1.63 કિલો વજન સાથે રજા અપાઈ

    6 hours ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબોએ વધુ એક વખત સારવારથી બાળકને નવજીવન આપ્યું છે. જન્મ સમયે અત્યંત ઓછું એટલે કે માત્ર 990 ગ્રામ વજન ધરાવતા અને ગંભીર ગૂંચવણોથી ઝઝૂમી રહેલા નવજાત શિશુને તબીબોની અથાક મહેનત અને વિશેષ નવજાત સંભાળથી નવજીવન મળ્યું છે. સતત 45 દિવસ સુધી ચાલેલી સઘન સારવાર બાદ બાળકના વજનમાં સારો વધારો થતાં તેને 1.63 કિલો વજન સાથે સંપૂર્ણ સ્વસ્થ સ્થિતિમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શ્વાસની તકલીફ અને બ્લડ ક્લોટિંગની ગંભીર સમસ્યા ડિંડોલી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય શિવાનીબેન સત્યમ તિવારીની કાંતા હોસ્પિટલમાં અત્યંત પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હતી. જન્મ સમયે બાળકનું વજન માંડ 990 ગ્રામ હતું. ત્યારબાદ તેને પ્રાથમિક સારવાર માટે વેનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં શ્વાસ લેવામાં પડતી તકલીફ તેમજ સેપ્સિસની શંકાના કારણે રેસ્પિરેટરી સપોર્ટ પર રખાયું હતું. બાળકના લોહી ગંઠાવાના પરિમાણો પણ ખોરવાઈ ગયા હતા, જેના પગલે યોગ્ય બ્લડ કમ્પોનન્ટ સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ ગંભીર હોવાથી જીવનના 11મા દિવસે તેને વધુ વિશિષ્ટ સારવાર માટે સ્મિમેર હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રેફર કરાયું હતું. ચેપ નિયંત્રણ અને સ્ટેપ-બાય-સ્ટેપ સારવારથી સ્થિતિ સુધરી સ્મિમેર હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કર્યા બાદ તબીબોએ ચેપ નિયંત્રણના કડક પગલાં સાથે નવજાતની સારવાર શરૂ કરી હતી. બ્લડ કલ્ચર રિપોર્ટ સંતોષકારક આવ્યા બાદ ધીમે-ધીમે એન્ટિબાયોટિક્સ બંધ કરવામાં આવી હતી અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો જણાતાં અન્ય સહાયક દવાઓ પણ તબક્કાવાર પાછી ખેંચી લેવાઈ હતી. તબીબો અને નર્સિંગ સ્ટાફની સતત રાઉન્ડ-ધ-ક્લોક મોનિટરિંગને કારણે બાળકની રિકવરી ઝડપી બની હતી. ટ્યુબથી સ્પૂન ફીડિંગ અને KMC સંજીવની સાબિત થયા બાળક દૂધ પચાવવા લાગતાં તબીબોએ તેને ટ્યુબ ફીડિંગમાંથી સ્પૂન (ચમચી) ફીડિંગ તરફ આગળ વધાર્યું હતું. આ સાથે માતા દ્વારા કાંગારૂ મધર કેર આપવાનું શરૂ કરાયું, જે પ્રીમેચ્યોર બાળકો માટે અત્યંત અસરકારક સાબિત થાય છે. યોગ્ય પોઝિશનિંગ અને એટેચમેન્ટ સાથે માતાનું ધાવણ (બ્રેસ્ટફીડિંગ) સફળતાપૂર્વક શરૂ કરાવવામાં આવ્યું હતું. નિયમિત દેખરેખ અને યોગ્ય પોષણથી બાળકના વજનમાં સતત સુધારો થતો રહ્યો હતો. 45મા દિવસે 1.63 કિલો વજન સાથે ડિસ્ચાર્જ મળ્યો સતત 45 દિવસની સારવાર અને યોગ્ય વજનવધારો (1.63 કિલો) નોંધાયા બાદ આખરે નવજાતને હેમખેમ રજા આપવામાં આવી ત્યારે માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. બાળકના પિતા સત્યમ તિવારી અને માતા શિવાની તિવારીએ સ્મિમેરના તમામ તબીબો ડો. અજય સેઠી (એસોસિએટ પ્રોફેસર), ડો. નિરાલી મહેતા (એસોસિએટ પ્રોફેસર), ડો. રાધિકા પટેલ (આસિસ્ટન્ટ પ્રોફેસર), ડો. ફાલ્ગુની ચૌધરી (ટ્યુટર) અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સફળ કેસ એ સાબિત કરે છે કે સમયસરનું રેફરલ, કાંગારૂ મધર કેર અને માતાનું ધાવણ અતિઅલ્પ વજન ધરાવતા બાળકોને પણ નવજીવન આપી શકે છે.
    Click here to Read More
    Previous Article
    મનપાનો મોટો સપાટો:અસારમામાં સીવેજ પ્લાન્ટ માટે અનામત 52,610 ચો.મી. જમીન પરથી ગેરકાયદે કબ્જો હટાવાયો, હાઇકોર્ટના ચુકાદા બાદ એક્શન
    Next Article
    ભરૂચ LCBએ બંધ પેટ્રોલ પંપ પાસેથી 7 લાખની બીયર પકડી:ઓય કુચુ પુચુ લખેલા ટ્રકમાંથી 4,920 ટીન બીયર મળી, એક બુટલેગર ઝડપાયો, 3 વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment