Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનો મોટો સપાટો:અસારમામાં સીવેજ પ્લાન્ટ માટે અનામત 52,610 ચો.મી. જમીન પરથી ગેરકાયદે કબ્જો હટાવાયો, હાઇકોર્ટના ચુકાદા બાદ એક્શન

    6 hours ago

    સુરત મહાનગરમાં ગંદા પાણીના યોગ્ય નિકાલ અને પર્યાવરણના સંરક્ષણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ અને પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુડાના મંજૂર પુનરાવર્તિત વિકાસ નકશા-2004 મુજબ મોજે અસારમા ખાતે આવેલા બ્લોક નં. 13, 17, 18 તથા 19 વાળી જમીન સીવેજ ડિસ્પોઝલ વર્ક્સના જાહેરહેતુ (પી–126) માટે અનામત રાખવામાં આવી હતી. આશરે 52,610 ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જમીનનું ‘જમીન સંપાદન ધારા–1894’ હેઠળ અર્જન્સી ક્લોઝ અન્વયે સંપાદન કરવામાં આવ્યું હતું. ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા 21 એપ્રિલ 2008ના રોજ વળતરનો એવોર્ડ જાહેર કર્યા બાદ તમામ કાનૂની વિધિ પૂર્ણ કરી 22 ઓગસ્ટ 2016ના રોજ આ જમીનનો કાગળ પરનો કબજો પાલિકાને સોંપવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં પાલિકાની તરફેણમાં ચુકાદો છતાં ભોગવટો ચાલુ રાખ્યો આ જમીન સંપાદન સામે મૂળ ખાતેદારો અને પિટિશનરો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની પડકાર ફેંકી દાવા દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હાઈકોર્ટે તમામ પાસાઓની વિસ્તૃત સુનાવણી બાદ પાલિકાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી સુરત મનપાની તરફેણમાં આખરી ચુકાદો આપ્યો હતો. અદાલતના સ્પષ્ટ આદેશ છતાં સંબંધિત પક્ષકારો દ્વારા સ્થળ પરથી બિનઅધિકૃત ભોગવટો ખાલી કરવામાં આવતો ન હતો. જેથી પાલિકા તંત્રએ કાયદાકીય સલાહકારો પાસેથી લીગલ ઓપિનિયન મેળવી જમીનનો પ્રત્યક્ષ ભૌતિક કબજો લેવાની નક્કર કવાયત આદરી હતી. ટાઉન પ્લાનિંગ અને ડ્રેનેજ સહિત 4 વિભાગોનો સંયુક્ત સપાટો 16 સપ્ટેમ્બર 2026ના રોજ પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ, ડ્રેનેજ વિભાગ, પશ્ચિમ (રાંદેર) ઝોન અને હાઇડ્રોલિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી પંચોની હાજરીમાં કાયદેસરનું પંચનામું હાથ ધર્યું હતું. સ્થળ પરથી તમામ પ્રકારના અનધિકૃત દબાણો અને ભોગવટો દૂર કરીને સમગ્ર 52,610 ચોરસ મીટર પરિસરનો વિધિવત કબજો પાલિકા હસ્તગત લઈ લેવાયો હતો. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને લાઈન વિસ્તરણને નવી ગતિ મળશે આ મહત્ત્વપૂર્ણ જમીનનો પ્રત્યક્ષ કબજો સુરત મનપાને પ્રાપ્ત થતાં હવે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) તથા ડિસ્પોઝલ લાઈનના વિસ્તરણનો વર્ષો જૂનો માર્ગ મોકળો બન્યો છે. આ પ્રોજેક્ટ કાર્યરત થવાથી સુરત શહેરના ગંદા પાણીનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ અને શુદ્ધિકરણ શક્ય બનશે. જેનાથી જળ તેમજ પર્યાવરણનું પ્રદૂષણ અટકશે અને જાહેર આરોગ્યમાં મોટો સુધારો થશે. ડ્રેનેજ અને હાઈડ્રોલિક વિભાગ દ્વારા આગામી સમયમાં આ પ્લાન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકાના જુનિયર ક્લાર્કોને ગણેશ મહોત્સવ ફળ્યો:કોર્પોરેશનમાં 57 જુનિયર કલાર્કની સિનિયર ક્લાર્ક તરીકે બઢતી, બઢતીના નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશી
    Next Article
    સ્મિમેર હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની અદભુત સફળતા:જન્મ સમયે 990 ગ્રામ વજન ધરાવતા નવજાતને શ્વાસની તકલીફની ગંભીર સ્થિતિમાંથી ઉગારી 1.63 કિલો વજન સાથે રજા અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment