Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર LCBએ રૂ. 55.74 લાખનો દારૂ જપ્ત કર્યો:ટ્રક સહિત 80.84 લાખનો મુદ્દામાલ જપ્ત, બાડમેરના એક શખ્સની ધરપકડ

    15 hours ago

    સુરેન્દ્રનગર LCBએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા હાઇવે પર મઢાદગમના પાટીયા નજીકથી એક ટ્રક કન્ટેનરમાંથી રૂ. 55.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ. 80.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક શખ્સની ધરપકડ કરી છે. LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે મઢાદગમના પાટીયા નજીક ચોટીલા હાઇવે પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ટાટા કંપનીના ટ્રક કન્ટેનરમાંથી રૂ. 55,74,312ની કિંમતની 12,516 નાની-મોટી સીલબંધ બોટલો મળી આવી હતી. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે રૂ. 25 લાખની કિંમતનો ટ્રક, રૂ. 10 હજારનો મોબાઇલ ફોન અને બે નંબર પ્લેટ પણ જપ્ત કરી હતી. આમ, કુલ રૂ. 80,84,312નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ટ્રક ચાલક અરવીંદકુમાર પેમારામ ઢાંકા બિશ્નોઇ (રહે. જમભેશ્વરનગર, આગોર, તા. ચોહટન, જી. બાડમેર) ને ઝડપી પાડવામાં આવ્યો છે. જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના શીખર નિવાસી અનીલકુમાર પાંડીયા, ટ્રકના માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર અન્ય ઇસમોની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. આ કેસમાં અન્ય આરોપીઓની ધરપકડ બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી પોક્સો કોર્ટે દુષ્કર્મ કેસમાં સજા સંભળાવી:સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સખ્ત કેદ
    Next Article
    સાયબર ક્રાઈમે 11 લોકોને ₹2.60 કરોડ રિકવર કરી પરત આપ્યા:કમિશનર કચેરીએ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ, ભોગ બનનારોને બોલાવી ચેક અને ડીડીનું વિતરણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment