Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ક્રાઈમે 11 લોકોને ₹2.60 કરોડ રિકવર કરી પરત આપ્યા:કમિશનર કચેરીએ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ, ભોગ બનનારોને બોલાવી ચેક અને ડીડીનું વિતરણ કર્યું

    16 hours ago

    ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ફ્રોડના સતત વધી રહેલા કિસ્સાઓ વચ્ચે સાયબર ક્રાઈમ પોલીસે મોટી સફળતા મેળવી છે. છેલ્લા દોઢ મહિનામાં બોસ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને એપીકે (APK) ફાઈલ ફ્રોડ જેવા ગુનાઓનો ભોગ બનેલા 11 જેટલા અરજદારોની રૂ. 2.60 કરોડ જેટલી મસમોટી રકમ રિકવર કરીને તેમના ખાતામાં પરત જમા કરાવવામાં આવી છે. આ સફળતાના ભાગરૂપે પોલીસ કમિશનર કચેરી ખાતે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને તેમની રકમના ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) સુપ્રત કરવામાં આવ્યા હતા. સાયબર પોલીસની મ્યુલ એકાઉન્ટ્સ સામે કડક ઝુંબેશ સાયબર ક્રાઈમમાં ફરિયાદો મળતાં જ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. ભોગ બનનારના નાણાં જે જે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા હતા તે એકાઉન્ટ્સ તાત્કાલિક ધોરણે બ્લોક તથા હોલ્ડ કરાવ્યા હતા. સાયબર પોલીસે મ્યુલ એકાઉન્ટ્સ સામે કડક ઝુંબેશ ચલાવી છે. આ ઉપરાંત બેંક કર્મચારીઓ અને મેનેજરો સાથે સતત બેઠકો યોજીને ફ્રોડ અંગે જાગૃતિ અને તપાસ પ્રક્રિયા ઝડપી બનાવવા અંગે સૂચનાઓ આપી હતી. બ્લોક કરવામાં આવેલા રૂ. 2.60 કરોડ પરત મેળવવાની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને બુધવારે તમામ 11 અરજદારોને તેમના નાણાં વિતરીત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર LCBએ રૂ. 55.74 લાખનો દારૂ જપ્ત કર્યો:ટ્રક સહિત 80.84 લાખનો મુદ્દામાલ જપ્ત, બાડમેરના એક શખ્સની ધરપકડ
    Next Article
    Gujarat Breaking News | 10 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment