Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવિધ મંદિરોમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો:અમરેલી LCBએ બે આરોપી રૂ. 51,425ના મુદ્દામાલ સાથે ઝડપ્યાં

    1 day ago

    અમરેલી LCB એ મંદિર ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રોકડ રકમ અને વાહન સહિત કુલ રૂ. 51,425નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગુનો અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. ઝડપાયેલા આરોપીઓમાં અમરેલીના નાગનાથ મંદિર પાછળ, આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા હિરેન ધીરુ માલવી (ઉંમર 30) અને મીની કસ્બા શેરી નં. 2 માં રહેતા મહેબુબ ઉર્ફે લાંબો ઇકબાલ વાઘેલા (ઉંમર 42) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1,405 રોકડા, રૂ. 20ની કિંમતનું પીળા હાથાનું પક્કડ અને રૂ. 50,000ની કિંમતનું સુઝુકી એક્સેસ મોટરસાયકલ જપ્ત કર્યું છે. કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 51,425 છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અન્ય ચોરીઓની પણ કબૂલાત કરી છે. જેમાં સોમનાથ મંદિર પાસેના ભરવાડવાડા વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરમાંથી ગ્રીલ તોડી દાનપેટીમાંથી આશરે રૂ. 2,800ની ચોરી, મણીનગરના ખોડિયાર માતાજી મંદિરમાંથી આશરે રૂ. 300ની ચોરી, અને આશરે છ મહિના અગાઉ કામનાથ મહાદેવ મંદિરમાંથી દાનપેટી તોડી રૂ. 1,400ની ચોરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઠેબી ડેમ પાસે ગરીયા રોડ પર આવેલા હનુમાનજી મંદિરમાં દરવાજો તોડી ચોરીનો પ્રયાસ પણ કર્યો હતો. સોમનાથ મંદિર વિસ્તારની ચોરી અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. હિરેન માલવી સામે અમરેલી અને પાલીતાણામાં ચોરી તથા જુગાર સહિતના અનેક કેસ નોંધાયેલા છે. જ્યારે મહેબુબ ઉર્ફે લાંબા સામે પણ જુગાર અને ચોરી સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કામગીરી અમરેલી LCB ના પીઆઈ સી.પી. વાઘેલા, પીએસઆઈ એમ.ડી. ગોહિલ, જે.ડી. વાઘેલા તેમજ એએસઆઈ રાહુલભાઈ ચાવડા, કનાભાઈ સાંખટ અને LCB ના અન્ય પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીના દુવાડામાં નવી ક્વોરીનો ઉગ્ર વિરોધ:સરપંચ-તલાટી પર ગેરકાયદે ઠરાવનો આક્ષેપ, DDOએ તપાસના આદેશ આપ્યા
    Next Article
    પાટણમાં 1574 સ્થળોએ યોગ કાર્યક્રમ, અઢી લાખ લોકો જોડાશે:રાણીની વાવ ખાતે 17 જૂને વિશેષ યોગ કાર્યક્રમ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment