Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 1574 સ્થળોએ યોગ કાર્યક્રમ, અઢી લાખ લોકો જોડાશે:રાણીની વાવ ખાતે 17 જૂને વિશેષ યોગ કાર્યક્રમ યોજાશે

    1 day ago

    પાટણ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન માટે કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક કલેક્ટર કચેરી, પાટણના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા 5 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે. બેઠકમાં જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી હતી, જે પી. કે. કોટાવાલા કોલેજ, પાટણ ખાતે યોજાશે. આ ઉપરાંત, સમગ્ર જિલ્લામાં શાળાઓ, કોલેજો, આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય આયુષ્યમાન મંદિરો, સરકારી કચેરીઓ અને વિવિધ જાહેર સંસ્થાઓમાં પણ યોગ કાર્યક્રમોનું આયોજન કરાશે. જિલ્લામાં કુલ 1574 સ્થળોએ યોગ કાર્યક્રમો યોજવાનું આયોજન છે, જેમાં અંદાજે અઢી લાખથી વધુ નાગરિકો ભાગ લેશે. યોગને જનઆંદોલન બનાવવા માટે સામાજિક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓના સહયોગથી વ્યાપક જનભાગીદારી સુનિશ્ચિત કરવા સૂચનો અપાયા હતા. કાર્યક્રમ સ્થળોએ પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠો, મોબાઈલ ટોઇલેટ અને સ્વચ્છતા જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સંબંધિત વિભાગોને સૂચનાઓ અપાઈ હતી. આ ઉપરાંત, જિલ્લાના આઇકોનિક અને વિશ્વ ધરોહર સ્થળ રાણીની વાવ ખાતે 17 જૂન, 2026 ના રોજ યોજાનાર વિશેષ યોગ કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાની પણ સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા, વિવિધ વિભાગોના અધિકારીઓ અને સામાજિક, ધાર્મિક તથા સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓ વિશ્વ યોગ દિવસની ઉજવણીને જનભાગીદારીથી સફળ બનાવવા પ્રયાસ કરી રહી છે. યોગ દ્વારા સ્વસ્થ, સશક્ત અને વિકસિત સમાજના નિર્માણના સંકલ્પને સાકાર કરવા પર ભાર મુકાયો હતો. પાટણ જિલ્લામાં આ ઉજવણીને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વિવિધ મંદિરોમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો:અમરેલી LCBએ બે આરોપી રૂ. 51,425ના મુદ્દામાલ સાથે ઝડપ્યાં
    Next Article
    GCAS દ્વારા PG, B.Ed. સહિતના કોર્સો માટે પ્રવેશ પ્રક્રિયા જાહેર:15 જૂનથી રજિસ્ટ્રેશન શરૂ થશે, જાણો સંપૂર્ણ ટાઈમટેબલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment